VIDEO: અલીગઢમાં સરકારના ઈ-રજિસ્ટ્રી આદેશ વિરુદ્ધ વકીલોનો વિરોધ
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના અલીગઢમાં સરકારના ઈ-રજિસ્ટ્રી આદેશ વિરુદ્ધ વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તહસીલ રેવન્યુ બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રામવીર સિંહ વાઘેલે આ વિરોધ પ્રદર્શન અંગે માહિતી આપતા જણાવ્યું કે, સરકારની આ નવી ઓનલાઈન નીતિ સામાન્ય જનતા અને વકીલોના હિતમાં નથી. તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધશે અને વકીલોની આજીવિકા પર પણ માઠી અસર પડશે. સામે આવેલા દ્રશ્યોમાં વકીલો કચેરી પરિસરમાં એકઠા થઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા અને કામકાજથી અળગા રહીને હડતાળ પાળતા જોવા મળે છે. રામવીર સિંહે ચેતવણી આપી છે કે જો સરકાર આ જટિલ ઓનલાઈન આદેશ તાકીદે પાછો નહીં ખેંચે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

