VIDEO:અલીગઢના સુરક્ષા ઉદ્યોગ પર વૈશ્વિક અસર
સોર્સ : GSTV
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિના કારણે ઉત્તર પ્રદેશના અલીગઢથી થતા હથકડી અને અન્ય સુરક્ષા ઉપકરણોના સપ્લાય પર માઠી અસર પડી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા માલની અછત અને લોજિસ્ટિક્સ એટલે કે પરિવહનના નૂરમાં થયેલા અસહ્ય વધારાને કારણે અલીગઢનો આ પ્રખ્યાત ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. વિદેશી ઓર્ડર્સ સમયસર પૂરા ન થવાને કારણે સ્થાનિક ઉત્પાદકો અને નિકાસકારોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. અલીગઢની હથકડીઓ વિશ્વના ઘણા દેશોની પોલીસ વાપરે છે, પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવને લીધે તેનો વૈશ્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ ચિંતિત છે.

