મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સગીરા લગ્નની લાલચ આપી દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા

ઝઘડિયા તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર જસવંત ગોવિંદ વસાવાન

તસવીર: gstv

ઝઘડિયા તાલુકામાં સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર જસવંત ગોવિંદ વસાવાને અંકલેશ્વરની સ્પેશ્યલ પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ઝઘડિયા પોલીસે 27 માર્ચ 2022ના રોજ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.બી. પંચાલે 21 દસ્તાવેજી પુરાવા રજૂ કરી 13 સાહેદોની તપાસ કરી હતી. પુરાવા અને દલીલોને ધ્યાને લઈ જજ સી.કે. મુન્શીએ આરોપીને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આરોપીને 48 હજારનો દંડ અને સગીરાને વિક્ટિમ કોમ્પનસેશન સ્કીમ હેઠળ 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ સમાચાર શેર કરો