મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આમ આદમી પાર્ટી 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ખેડૂત સત્યાગ્રહ કરશે

ખંભાળિયામાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આંદોલનની આગા

તસવીર: gstv

ખંભાળિયામાં દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ આંદોલનની આગામી રણનીતિ જાહેર કરી છે. હવે આ આંદોલનનું બીજું ચરણ શરૂ કરવામાં આવશે, જે અંતર્ગત ગામેગામ સત્યાગ્રહ યોજાશે. આ અભિયાન હેઠળ લાખો ખેડૂતો પાસે દુષ્કાળ રાહતની માંગણીના ફોર્મ ભરાવવામાં આવશે. ખેડૂતો પાસેથી ભરાવાયેલા આ ફોર્મ્સ સાથે “ચાલો ગાંધીનગર” કાર્યક્રમ યોજાશે. આગામી 2 ઓક્ટોબરે લાખો ખેડૂતો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ કરશે અને સરકાર સમક્ષ રાજ્યમાં દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને યોગ્ય રાહત આપવાની પ્રબળ માંગ ઉઠાવશે. સરકાર પર દબાણ વધારવા માટે આ આંદોલનને હવે વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો