VIDEO: વઢવાણમાં ૫ શાળાઓ બંધ થતાં આમ આદમી પાર્ટીના ધરણાં
સુરેન્દ્રનગરના વઢવાણમાં નવા દરવાજા, ધોળીપોળ અને ખાંડીપોળ સહિતના વિસ્તારોમાં ૫થી વધુ સરકારી શાળા

સુરેન્દ્રનગરના વઢવાણમાં નવા દરવાજા, ધોળીપોળ અને ખાંડીપોળ સહિતના વિસ્તારોમાં ૫થી વધુ સરકારી શાળાઓને તાળા વાગ્યા છે. જર્જરિત ઓરડા, અપૂરતી સંખ્યા અને સુવિધાઓના અભાવે શાળાઓ મર્જ કરાતાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓનું શિક્ષણ પ્રભાવિત થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતાઓએ બંધ શાળાઓની મુલાકાત લઈ શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરવા અને આંદોલન કરવાની ચીમકી આપી છે.




