VIDEO: સુરેન્દ્રનગરઃ વઢવાણમાં મોબાઈલ ના આપતા બાળકે છોડ્યું ઘર, પોલીસે શોધ્યો!
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત ગણપતિ ફાટસર વિસ્તારમાં માતા-પિતા માટે આંખ ઉઘાડનારો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પિતાએ મોબાઈલ જોવાની ના પાડીને અભ્યાસ કરવા માટે કહેતા જ 14 વર્ષનો કિશોર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ગભરાયેલા પીડિત પરિવારે આ અંગે તુરંત વઢવાણ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક શોધખોળ આદરી હતી અને ભારે જહેમત બાદ માત્ર ૬ કલાકમાં જ ગણપતિ ફાટસર નજીક આવેલી એક દુકાનમાંથી બાળકને હેમખેમ શોધી કાઢ્યો હતો. પોલીસે બાળકનું તેના માતા-પિતા સાથે ભાવુક મિલન કરાવવાની સાથે પિતા અને બાળક બંનેને યોગ્ય સમજણ આપી ઠપકો પણ આપ્યો હતો; આ ઘટના બાદ પોલીસે વાલીઓને અપીલ કરી છે કે બાળકોમાં વધતી મોબાઈલની લત ચિંતા અને મુશ્કેલી વધારી શકે છે, તેથી તેમને મોબાઈલથી બને તેટલા દૂર રાખવા જરૂરી છે.

