VIDEO: મોરબી બસ સ્ટેન્ડમાં બસમાંથી યુવાનનો રહસ્યમય મૃતદેહ મળી આવ્યો
મોડાસાથી મોરબી પહોંચેલી એસ.ટી. બસમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી

મોડાસાથી મોરબી પહોંચેલી એસ.ટી. બસમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. અમદાવાદથી આ બસમાં બેઠેલા મુસાફરે મોરબી બસ સ્ટેન્ડ પર તમામ મુસાફરો ઉતરી ગયા બાદ પણ સીટ ખાલી ન કરતા એસ.ટી. કંડક્ટરે તેને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે કોઈ પ્રતિક્રિયા ન આપતા તે મૃત હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તરત જ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાનની ઓળખ તેમજ તેના મોતનું સાચું કારણ જાણવા માટે કાયદેસરની તજવીજ હાથ ધરી છે.




