VIDEO: મોરબીમાં પાટીદાર યુવા સેવાસંઘના પ્રમુખ સામે હુમલાની ફરિયાદ નોંધાઈ
મોરબીમાં પાટીદાર યુવા સેવાસંઘના પ્રમુખ મનોજ પનારા સામે હુમલા

મોરબીમાં પાટીદાર યુવા સેવાસંઘના પ્રમુખ મનોજ પનારા સામે હુમલાની ફરિયાદ નોંધાઈ છે. રાજપર ગામે એક યુવાન ઉપર હુમલો કરી છરી મારવાના બનાવને લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી કરણ ડાંગર નામના યુવાને સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે. ફરિયાદ મુજબ, ગઈ રાત્રે રાજપર ગામે યુવાનના ઘરે જઈ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાની ઘટના પાછળના કારણો તથા સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી બાદ વધુ વિગતો સામે આવશે.




