VIDEO: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તબીબી ક્ષેત્રમાં મોટી સિદ્ધ, અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરી
અમદાવાદ સિ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી તબીબી ક્ષેત્રમાં મોટી સિદ્ધ મળી છે.. જન્મથી જ અન્નનળી વગરના અઢી વર્ષના બાળક પર અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલ-અપ સર્જરીસફળતાપૂર્વક કરાઈ છે. છે. બાળકને પ્યોર ઈસોફેજિયલ એટ્રેસિયાનામની દુર્લભ ખામી હતી, જેના કારણે તે જન્મથી મોઢેથી ખોરાક લઈ શકતો નહોતો. તબીબોએ બાળકના પેટમાંથી નવી અન્નનળી બનાવી આ અદ્યતન સર્જરી કરી છે, જે ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાના ખર્ચે થાય છે પરંતુ સિવિલમાં તે સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી છે. સર્જરીના 23 દિવસ બાદ બાળક હવે પ્રથમ વખત મોઢેથી ખોરાક લેતો થયો છે અને સંપૂર્ણપણે સ્વસ્થ છે.




