મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતમાં પ્રથમવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુઆર કોડ અને ફોટો સાથે લગ્ન પ્રમાણપત્ર આપવાની શરૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વ

તસવીર: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ક્યુઆર કોડ અને ફોટો સાથે લગ્ન પ્રમાણપત્ર આપવાની અભિનવ શરૂઆત કરાઈ છે. ગુજરાતભરમાં આ પ્રકારનું પ્રથમ સર્ટીફીકેટ અર્પણ કરાયું, જેમાં મેયર, પદાધિકારીઓ તથા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ રહી. અગાઉ માત્ર ફોટો વગરના પ્રમાણપત્રો અપાતા અને કચેરીએ રૂબરૂ જવું પડતું, જ્યારે હવે પેપરલેસ કામગીરી અંતર્ગત ઓનલાઇન પોર્ટલ પર દસ્તાવેજો અપલોડ કરવા પડશે. પાસપોર્ટની માફક નિશ્ચિત સમયે કચેરી આવી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. આ નવા દસ્તાવેજમાં ક્યુઆર કોડ સ્કેન કરવાથી તેની ખરાઈ ત્વરિત જાણી શકાશે, જેનાથી નાગરિકોને સરળતા રહેશે.

આ સમાચાર શેર કરો