VIDEO: અમદાવાદમાં NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, નેતાઓ રસ્તા પર ઉતર્યા
અમદાવાદમાં નીટ પેપર લીક સહિતના વિવિધ ગંભીર મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિદ્ય

અમદાવાદમાં નીટ પેપર લીક સહિતના વિવિધ ગંભીર મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન નહેરુ બ્રિજથી સરદાર બાગ સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સરદાર બાગ ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા.આ આંદોલનમાં આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના શોકગ્રસ્ત પરિવારોને યોગ્ય આર્થિક સહાય આપવાની મુખ્ય માંગણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.




