VIDEO: અદાણી પાવર મુન્દ્રાના કર્મચારીઓની વિવિધ પ્રશ્નો અંગે ભુજમાં કલેક્ટરને આવેદન પત્ર અપાયું
અદાણી પાવર મુન્દ્રાના કર્મચારીઓના વિવિધ

અદાણી પાવર મુન્દ્રાના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને અદાણી પાવર કર્મચારી સંઘે ભુજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે…સંઘે આક્ષેપ કર્યો છે કે કંપની કાયમી કર્મચારીઓની સંખ્યા ઘટાડીને આઉટસોર્સિંગ વધારી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં ૧૦થી વધુ કાયમી કર્મચારીઓને નોકરીમાંથી હટાવવામાં આવ્યા છે. આ નીતિને કારણે ૪૦થી ૫૦ કર્મચારીઓ પર રોજગારનું સંકટ આવી ગયું છે...મેનપાવરમાં અંદાજે ૫૦ ટકા સુધી ઘટાડો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.... ટેકનિશિયનોને અન્ય રાજ્યોમાં બદલી કરવામાં આવી છે, જેનો કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. કલેક્ટર સમક્ષ વહેલીતકે સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે. માંગણીઓ નહીં સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે




