મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિજયાદશમી નિમિત્તે ભાવનગરમાં ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો

સોર્સ: gstv

ભાવનગરમાં વિજયાદશમી પર્વની દબદબાભેર ઉજવણીના ભાગરૂપે જવાહર મેદાન, તેજ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ભવ્ય રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા આયોજિત રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અનેક રાજકીય અને સામાજિક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત નેતાઓએ વિજયાદશમી પર્વની શુભકામનાઓ પાઠવતા અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપ્યો હતો. આતશબાજી વચ્ચે રાવણ દહન થતાં જ સમગ્ર પરિસર રામનામના નારાઓથી ગૂંજી ઊઠ્યું હતું અને હજારોની સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ આ ઉત્સવને માણ્યો હતો.

આ સમાચાર શેર કરો