મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભાવનગરમાં વિજયાદશમી પર્વની ભવ્ય ઉજવણી ભાવેણાવાસીઓએ જલેબી-ફાફડાની મન ભરીને માણી જ્યાફત

ભાવનગરમાં વિજયાદશમીના પવિત્ર પર્વની ભાવેણાવાસીઓ દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. તહેવારો ઉજવવામાં હંમેશા અગ્રેસર રહેતા ભાવનગરના લોકોએ મોંઘવારીની ચિંતા છોડીને જલેબી, ફાફડા, ચોળાફળી, ઊંધિયું અને દહીંવડાં જેવી સ્વાદિષ્ટ વાનગીઓની મનભરીને જ્યાફત માણી હતી. દશેરાના પાવન પ્રસંગે વહેલી સવારથી જ શહેરની તમામ જાણીતી ફરસાણ અને મીઠાઈની દુકાનો બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. ભાવેણાવાસીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને પરિવારજનો સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લૂંટી વિજયાદશમીના પર્વની યાદગાર ઉજવણી કરી હતી.

આ સમાચાર શેર કરો