મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડુમસમાં વિજયાદશમીએ 55 ફૂટના આધુનિક ‘રોબોટિક’ રાવણનું થયું દહન

સોર્સ: gstv

સુરતના ડુમસ સ્થિત ગરાસ ફળિયામાં આશાપુરી ભક્ત મંડળ દ્વારા આ વર્ષે વિજયાદશમીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. આશાપુરી માતાજી મંદિરના પટાંગણમાં ૫૫ ફૂટ ઊંચા હાઇટેક રોબોટિક રાવણના પૂતળાનું ભવ્ય દહન યોજાયું હતું. મંડળના યુવાનોએ એક હજારનું વ્યક્તિગત યોગદાન આપી, ૩ મહિનાની મહેનત અને ૩ લાખના ખર્ચે આ રાવણ તૈયાર કર્યો હતો. યુવાવર્ગને આકર્ષવા માટે રાવણને સિક્સ પેક એબ્સ  સાથે બોડી બિલ્ડર લુક આપવામાં આવ્યો હતો..૪૫૦ કિલો લોખંડ અને ફટાકડાથી સજ્જ આ રાવણ દહન સમયે માથું અને હાથ હલાવી, રામાયણના સંવાદો બોલતો હતો. તેના મુખમાંથી ધગધગતી આગની જ્વાળાઓ અને આંખોમાંથી લાલ લેસર લાઈટો નીકળતા સમગ્ર મેદાન રોમાંચિત થઈ ઉઠ્યું હતું. ધનુષ વડે રોકેટ છોડી પેટ પર બાણ મારીને આ રાવણનું દહન કરાયું હતું. આ અદ્ભુત ક્ષણને કેદ કરવા હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી, જેથી સુરતની આ દશેરા ઉજવણી યાદગાર બની ગઈ.

આ સમાચાર શેર કરો