મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરતની શાળામાં દારૂની મહેફિલ મામલે સિક્યુરિટી ગાર્ડ સહિત ૪ ની ધરપકડ

સુરતના ભેસ્તાન સ્થિત સરકારી શાળામાં દારૂની મહેફિલ માણવાનો વીડિયો વાયરલ

તસવીર: gstv

સુરતના ભેસ્તાન સ્થિત સરકારી શાળામાં દારૂની મહેફિલ માણવાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે સખત કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે શાળાના સિક્યુરિટી ગાર્ડ અભિષેક યાદવ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે શાળા પરિસરની સુરક્ષા માટે તૈનાત સિક્યુરિટી ગાર્ડ પોતે પણ આ દારૂની મહેફિલમાં હાજર હતો. વિદ્યાના ધામ સમાન સરકારી શાળામાં દારૂની મહેફિલ માણી ગરિમા લજવનારા તમામ આરોપીઓ સામે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો