મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

“રેગિંગ રોકવામાં સરકાર નિષ્ફળ? સુરતની ઘટના બાદ કોંગ્રેસના ગંભીર સવાલ”

અમદાવાદ: સુરતમાં રેગિંગના કારણે મેડિકલ કોલેજના વિદ્યાર્થીની આત્મહત

તસવીર: Dhaval Barot

અમદાવાદ: સુરતમાં રેગિંગના કારણે મેડિકલ કોલેજના વિદ્યાર્થીની આત્મહત્યાની કરુણ ઘટના સામે આવ્યા બાદ રેગિંગના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ઘટનાને લઈને શોક વ્યક્ત કરી સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ સામે સવાલો ઉઠાવ્યા છે.

કોંગ્રેસના દાવા મુજબ, ગુજરાતમાં વર્ષ 2012થી 2022 દરમિયાન UGCની વેબસાઇટ પર રેગિંગની 105 ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે 2022થી 2026 દરમિયાન 86 ફરિયાદો નોંધાઈ છે. છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતની મેડિકલ કોલેજોમાં 23 રેગિંગ ફરિયાદો નોંધાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે કહ્યું કે, ગુજરાતની કુલ રેગિંગ ફરિયાદોમાં 26 ટકાથી વધુ ફરિયાદો મેડિકલ કોલેજોમાંથી આવે છે. દેશની વાત કરીએ તો 2022થી 2024 દરમિયાન રેગિંગ સંબંધિત 51 વિદ્યાર્થીઓના મોત થયા હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ છે, જેમાં 23 મેડિકલ વિદ્યાર્થીઓ હોવાનો કોંગ્રેસે દાવો કર્યો છે.

2026માં BJ મેડિકલ કોલેજમાં બે, ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં એક તથા GMERS હિંમતનગર અને ગાંધીનગરમાં એક-એક રેગિંગ કેસ નોંધાયા હોવાનો દાવો છે.

કોંગ્રેસે રેગિંગ રોકવા 24 કલાકમાં FIR, જુનિયર વિદ્યાર્થીઓ માટે અલગ હોસ્ટેલ, અનામી ફરિયાદની વ્યવસ્થા અને એન્ટી-રેગિંગ કમિટી દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમાચાર શેર કરો