VIDEO: અમદાવાદમાં 31 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલી 31 લાખ રૂપિયાની મોટી ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે માત્ર 48 કલાકમાં સફળતાપૂર્વક ઉકેલી લ

અમદાવાદના રામોલ વિસ્તારમાં થયેલી 31 લાખ રૂપિયાની મોટી ઘરફોડ ચોરીના ગુનાને પોલીસે માત્ર 48 કલાકમાં સફળતાપૂર્વક ઉકેલી લીધો છે. 600થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસી અને 100થી વધુ હોટલોમાં તપાસ કર્યા બાદ કુખ્યાત ચીખલીગર ગેંગના બે આરોપીઓ અર્જુન બનજારા અને અજયસિંગને સુરત તથા ખંભાતથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા બંને આરોપીઓ પાસેથી 20.30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કુખ્યાત આરોપીઓની ધરપકડથી રામોલ, વટવા જીઆઈડીસી અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારની કુલ 7 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો છે. આ ગેંગના ફરાર ત્રીજા સાગરીત શેરસિંગને પકડવા માટે પોલીસે સઘન ચક્રો ગતિમાન કર્યા છે.




