VIDEO: અંબાજીમાં ગણપતિ દાદાને 21 કિલોનો ડ્રાયફ્રૂટનો મોદક અર્પણ
ગણેશ ચતુર્થી નિમિત્તે શક્તિપીઠ અંબાજીના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાને 21 કિલોનો ડ્રાયફ્રૂટનો મોદક અ

ગણેશ ચતુર્થી નિમિત્તે શક્તિપીઠ અંબાજીના સિદ્ધિ વિનાયક મંદિરમાં ગણપતિ દાદાને 21 કિલોનો ડ્રાયફ્રૂટનો મોદક અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરને રંગબેરંગી ફૂલો અને લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. વિશેષ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિર સંકુલમાં આવેલું આ મંદિર ગણપતિ દાદાના સહપરિવાર સ્વરૂપ માટે વિશેષ માનવામાં આવે છે. દરમિયાન પાલનપુરના જાણીતા ગાયક નિગમભાઈ રાઠોડે પણ અંબાજી આવી ગણપતિ દાદાના દર્શન કર્યા હતા અને નવરાત્રિના પર્વનું આમંત્રણ આપ્યું હતું.



