મુખ્ય સામગ્રી પર જાઓ
બુલેટિન

NEWS AFTERNOON: "રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો...", પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો, મોરબી ભાજપ મહામંત્રીની ટોલ બૂથ પર મારામારી!

અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ!

તસવીર: GSTV

અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની વાતચીત પૂર્ણ!

સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે પ્રથમ તબક્કાની બેઠક પૂર્ણ થઈ છે. શાંતિ માટે હાઈ-લેવલ કમિટી અને 'ડી-કોન્ફ્લિક્શન સેલ' બનાવવા સહમતિ સધાઈ છે. ઈરાન પરથી તેલ નિકાસના પ્રતિબંધો હટ્યા છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ફરી કડક હુમલાની ધમકી આપી છે.

"રામમંદિરમાં 200 કિલો ચાંદીની ઈંટોનો ખેલ પાડી દેવાયો.."

અયોધ્યા રામ મંદિરમાં દાનને લઈને નવો વિવાદ શરૂ થયો છે. સિંધી સમાજના અગ્રણીઓનો દાવો છે કે ૫ વર્ષ પહેલાં આપેલી ૨૦૦ કિલો ચાંદીની ઈંટોની રસીદ હજી સુધી મળી નથી. દાનમાં હેરાફેરીના આક્ષેપો વચ્ચે હવે SITએ તપાસ તેજ કરી છે.

બંગાળમાં ભાજપ સરકારનું પ્રથમ ઐતિહાસિક બજેટ!

પશ્ચિમ બંગાળમાં આજે ભાજપ સરકારનું પ્રથમ બજેટ રજૂ થશે. નાણામંત્રી સ્વપ્ન દાસગુપ્તા ઔદ્યોગિકીકરણ, રોજગાર અને MSME પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે. યુવાનોને સ્ટાર્ટ-અપ માટે ₹૧૦ લાખ સુધીની મદદ અને નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત થઈ શકે છે.

મુંબઈ-વડોદરા હાઈવે પર કાળમુખો અકસ્માત, ૨ ના મોત!

મુંબઈ-વડોદરા હાઈવે પર બર્થડે સેલિબ્રેશન બાદ ૨૫૦ની સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર ડિવાઈડર સાથે અથડાતાં યુવક અને યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે.

અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો!

બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં ધારદાર હથિયારથી હુમલો કરાયો છે. જૂની અદાવતમાં થયેલા આ હુમલા બાદ તેમની હાલત ગંભીર હોવાથી પટનાની AIIMS હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

મોરબી ભાજપ મહામંત્રીની ટોલ બૂથ પર મારામારી!

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેની ગાડીનો ફાસ્ટ-ટેગ બ્લેક લિસ્ટ હોવાથી ધારી ટોલ બૂથ પર કર્મચારીઓ સાથે ભારે મારામારી થઈ છે. પોલીસે તપન દવેની ફરિયાદ પર ૧૨ કર્મચારીઓને ઝડપ્યા છે, જ્યારે સામે પક્ષે પણ વળતી ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે.

અંબાજીમાં પોલીસ પર લુખ્ખા તત્વોનો જીવલેણ હુમલો!

બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં અસામાજિક તત્વોએ પોલીસની PCR વાન પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો છે. પોલીસ સાથે ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને ૩માંથી ૨ આરોપીઓને ઝડપી લીધા છે.

સુરતમાં પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી!

સુરતમાં મેઘરાજાના આગમન સાથે જ પાલિકાના દાવા પોકળ સાબિત થયા છે. ડિંડોલી સહિતના અનેક વિસ્તારોમાં માત્ર પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો