VIDEO: હૈદરાબાદના ગોશામહાલમાં ૧૪.૫ ફૂટની ઈકો-ફ્રેન્ડલી રામસેતુ થીમ ગણેશ પ્રતિમા બિરાજમાન!
હૈદરાબાદના ગોશામહાલમાં ૧૪.૫ ફૂટની ઈકો-ફ્રેન્ડલી રામસેતુ થીમ ગણેશ પ્ર

હૈદરાબાદના ગોશામહાલમાં ૧૪.૫ ફૂટની ઈકો-ફ્રેન્ડલી રામસેતુ થીમ ગણેશ પ્રતિમા બિરાજમાન!
માટી અને નેચરલ કલરથી નિર્મિત બાપ્પાની મનોહર મૂર્તિ!
તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ગોશામહાલ વિસ્તારમાં ગણેશોત્સવ પર્વની ઉજવણી નિમિત્તે એક અત્યંત આકર્ષક અને વિશિષ્ટ ગણેશ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અહીં ૧૪.૫ ફૂટ ઊંચી અને સંપૂર્ણપણે પર્યાવરણ અનુકૂળ રામસેતુ થ્રીમ આધારિત ગણેશજીની મૂર્તિ પધરાવવામાં આવી છે. સનાતન સંસ્કૃતિ, પર્યાવરણ જતન અને ધાર્મિક આસ્થાના અનોખા સંગમ સમી આ મૂર્તિ સ્થાનિક શ્રદ્ધાળુઓ અને ભક્તો માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અનોખા આયોજન અંગે બાલ્ય મંડળના સ્થાપક આકાશ અગર્વાલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ મૂર્તિના નિર્માણમાં માટી અને કુદરતી રંગોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી જળ પ્રદૂષણ અટકાવી શકાય. મૂર્તિની પૃષ્ઠભૂમિમાં રામસેતુનું દ્રશ્ય કંડારવામાં આવ્યું છે, જે ભગવાન શ્રી રામ અને ગણેશજીની આરાધનાનો એક સુંદર સંદેશ આપે છે. તેમણે ઉમેર્યું કે, પર્યાવરણ પ્રત્યે સામાજિક જાગૃતિ ફેલાવવા અને આવનારી પેઢીને પોતાની પૌરાણિક વિરાસતથી પરિચિત કરાવવાના હેતુથી આ વિશિષ્ટ થીમ પસંદ કરવામાં આવી છે.
રામસેતુ આધારિત ભવ્ય ગણેશજીના દર્શને ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ!
ગોશામહાલ ખાતેથી સામે આવેલા તાજેતરના દ્રશ્યોમાં ૧૪.૫ ફૂટની આ ભવ્ય ગણેશ પ્રતિમાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની મોટો ધસારો સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભક્તો ભાવવિભોર થઈને ગણપતિ બાપ્પાના આ મનોહર રૂપના દર્શન કરી રહ્યા છે. પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આવી વિશાળ અને કલાત્મક મૂર્તિનું નિર્માણ કરવા બદલ સ્થાનિક નાગરિકો અને ભક્તો દ્વારા બાલ્ય મંડળના આ સરાહનીય પ્રયાસની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. ગણેશોત્સવના આ પાવન અવસરે હૈદરાબાદનું આ પંડાલો માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી બન્યું, પરંતુ સમગ્ર સમાજને ઈકો-ફ્રેન્ડલી ઉજવણી કરવાનો એક સશક્ત સંદેશ પણ આપી રહ્યું છે. વિશાળ કદ ધરાવતી હોવા છતાં કુદરતી સામગ્રીથી બનેલી આ મૂર્તિ પલાસ્ટર ઓફ પેરિસના સ્થાને માટીની મૂર્તિઓ અપનાવવાની પ્રેરણા પૂરી પાડે છે. આ ભવ્ય આયોજનથી ગોશામહાલ વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહસભર માહોલ સર્જાયો છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી








