Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Zelensky praises Trump's peace talks, but Putin has no interest in ending the war

ઝેલેન્સ્કીએ ટ્રમ્પની શાંતિ મંત્રણાની કરી પ્રશંસા, પણ પુતિનને યુદ્ધ ખતમ કરવામાં કોઈ રસ નહીં!

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
ઝેલેન્સ્કીએ ટ્રમ્પની શાંતિ મંત્રણાની કરી પ્રશંસા, પણ પુતિનને યુદ્ધ ખતમ કરવામાં કોઈ રસ નહીં!
સોર્સ : GSTV

યુક્રેને જણાવ્યું હતું કે જિનિવામાં અમેરિકા દ્વારા યોજાનારી શાંતિ મંત્રણા પૂર્વે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. લગભગ 420 ડ્રોન અને 39  બેલિસ્ટિક મિસાઇલ સાથે આ હુમલો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈનું નિધન તો થયું નથી, પરંતુ બાળકો સહિત ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા. 

App Store

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેને પ્રતિનિધિઓ મંત્રણાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રશિયા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. રશિયાએ યુક્રેનના આઠ પ્રાંતમાં મુખ્યત્વે તેના ઊર્જા માળખાને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત ડઝનથી પણ વધુ લોકોને ઇજા થઈ હતી.

ઝેલેન્સ્કીએ ટ્રમ્પના પ્રયત્નોની કરી પ્રશંસા