Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : What happened to Xi Jinping's Severe Stroke? Suddenly fled to China after meeting Modi

શી જિનપિંગને આવ્યો સીવિયર સ્ટ્રોક? મોદી સાથે મુલાકાત બાદ અચાનક ચીન ભાગ્યા

Timeછેલ્લું અપડેટ : 17 Sept 2026
લાઇવ ટીવીGoogle News
શી જિનપિંગને આવ્યો સીવિયર સ્ટ્રોક? મોદી સાથે મુલાકાત બાદ અચાનક ચીન ભાગ્યા
સોર્સ : gstv

ચાયના ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન શી જિનપિંગને 'બ્રિક્સ-સમિટ' દરમિયાન બેશુદ્ધ સમાન બની ગયા હતા, તેઓને ભારે તમ્મર આવવા લાગ્યાં હતાં, ત્યાર પછી તેઓ તુર્તજ તેઓ પોતાનાં ખાસ પ્લેનમાં ચીન પહોંચી ગયા.આ માહિતી આપતાં ચાયનીઝ ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન વાનઝૂન ઝીએ જણાવ્યું હતું કે, તે પછી તેઓને સીવીયર-સ્ટ્રોક લાગ્યો હતો.જોકે આ અંગે ચીન અને ભારત બંનેએ અકળ મૌન સેવ્યું છે, તે ઉલ્લેખનીય છે.

App Store

ઝીએ તેઓના એક્સ-પોસ્ટ ઉપર આગળ જણાવ્યું હતું કે, શી જિનપિંગ, નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી તુર્તજ હોટેલ ઉપર પહોંચી ગયા હતા, અને ભોજન-સમારંભમાં ઉપસ્થિત રહ્યા ન હતા. તેઓ હોટલમાં થોડો સમય રોકાયા ત્યારે તબીબોની ટીમે તેમની સારવાર કરી હતી. પછી તુર્તજ ઇંદીરા-ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યાં જ્યાં તેમને માટેના ખાસ વિમાન સુધી ચાલીને ગયા, ત્યારે કોઈને ટેકા માટે સાથે રાખ્યા ન હતા. તે દ્વારા તેઓ તેવું દર્શાવવા માગતા હતા કે, તેઓ પૂરેપૂરા સ્વસ્થ છે.

ચીનના આ વિપક્ષી નેતાએ 'એક્સ' પોસ્ટ ઉપર આગળ લખ્યું છે કે, પ્લેન બૈજિંગ એરપોર્ટ ઉપર ઉતર્યું ત્યારે કોઈ મહાનુભાવો તેમને આવકારવા એરપોર્ટ ઉપર હાજર ન હતા. કારણ સહજ હતું કે 'શી' વાસ્તવમાં તેમના પરત આવવાના સમય કરતાં ઘણા વહેલા એરપોર્ટ પર પહોંચી ગયા હતા. એરપોર્ટ ઉપરથી તેઓને સીધા જ મીલીટરી હેલિકોપ્ટર દ્વારા બૈજિંગ-૩૦૧ નામક હોસ્પિટલમાં સંપૂર્ણ સજ્જ તેવી એમ્બ્યુલન્સમાં લઈ જવાયા હતા. પ્લેનમાં તેમજ એમ્બ્યુલન્સમાં પણ તબીબો હાજર હતા. બૈજિંગની-૩૦૧ હોસ્પિટલ સુધી તેઓને સ્પેશ્યલ મીલીટરી હેલિકોપ્ટર દ્વારા લઈ જવાયા હતા. જ્યાં તેઓને ઇમર્જન્સી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ચીન કે ભારત બંને આ ઘટના અંગે અકળ મૌન સેવે છે. પરંતુ, મોદી સાથેની મંત્રણા પછી તુર્તજ તેમનું હોટેલમાં જવું અને ત્યાંથી થોડા સમયમાં જ એરપોર્ટ પર પહોંચવું અને બૈજિંગ પહોંચ્યા પછી તેમને તુર્તજ બૈજિંગની ટોચની હોસ્પિટલમાં હેલિકોપ્ટર દ્વારા પહોંચાડવા, તે પછી ઉમર્જન્સી વોર્ડમાં તેમને લઈ જવાયા તે બધી જ ઘટનાઓ સહજ રીતે આશંકા જગાવે છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News