Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : war news: Iran carried out horrific attacks in Kuwait and Bahrain, Israel wreaked havoc in Beirut

ઈરાને કુવૈત-બહેરીનમાં કર્યા ભયાનક હુમલા, ઈઝરાયલે બેરુતમાં તબાહી મચાવી

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાને કુવૈત-બહેરીનમાં કર્યા ભયાનક હુમલા, ઈઝરાયલે બેરુતમાં તબાહી મચાવી
સોર્સ : GSTV

મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ ફાટી નીકળ્યું છે. અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પરના હુમલાનો આજે બીજો દિવસ છે અને સ્થિતિ પળેપળે વધુ ભયાનક બની રહી છે. ઈરાને વળતા પ્રહારમાં કુવૈત અને બહેરીન જેવા દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

App Store

ઈરાને કુવૈતમાં અમેરિકી સૈન્ય મથકો પર અનેક ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલો દાગી છે. IRGCનો દાવો છે કે તેમણે કુવૈતનું 'અલી અલ-સલેમ' એરબેઝ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું છે. બીજી તરફ, UAEમાં હુમલાના કારણે એમેઝોનની ક્લાઉડ યુનિટ AWSના ડેટા સેન્ટરમાં આગ લાગી છે, જેનાથી ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ છે. બહેરીનમાં પણ અમેરિકી નૌકાદળના અડ્ડા પર હુમલા બાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે.

લેબેનોનના બેરુતમાં ઈઝરાયલના પ્રચંડ હુમલા 

ઉલ્લેખનીય છે કે ખામેનેઈના મોત બાદ લેબેનોનના હિઝબુલ્લાહ સંગઠને પણ ઈઝરાયલ અને અમેરિકાના ઠેકાણાઓને નિશાન બનાવતા રોકેટ અને મિસાઈલ હુમલા કરવાનું શરુ કરી દીધું છે જેના લીધે ઈઝરાયલની મુશ્કેલી વધી ગઈ હતી. જોકે હવે ઈઝરાયલે તેમના હુમલાનો જવાબ આપતા લેબેનોનની રાજધાની બેરુતમાં પ્રચંડ હુમલો કર્યો હતો જેના દૃશ્યો સામે આવ્યા છે.