Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : WAR NEWS: How long will the ceasefire last? The US President did not clarify this.

WAR NEWS: યુધ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે? આ અંગે અમેરિકી પ્રમુખે સ્પષ્ટતા ના કરી

Timeછેલ્લું અપડેટ : 22 Apr 2026
લાઇવ ટીવીGoogle News
WAR NEWS: યુધ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે? આ અંગે અમેરિકી પ્રમુખે સ્પષ્ટતા ના કરી
સોર્સ : gstv

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેનો યુધ્ધ વિરામ અનિશ્ચિત મુદત સુધી આગળ વધાર્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે, આનો હેતુ ઇરાન તેના જુદા જુદા પ્રસ્તાવો એકીકૃત કરી તેને વ્યવસ્થિત રીતે રજૂ કરી શકે તે માટે તેને સમય મળે તે છે. જો કે અમેરિકી પ્રમુખે તે નથી દર્શાવ્યું કે એ યુધ્ધ વિરામ ક્યાં સુધી ચાલશે?

App Store

મંગળવારે જયારે ટ્રમ્પે તેઓના ટ્રુથ-સોશિયલ પર કરેલા પોસ્ટમાં જણાવ્યું કે, આ એક વ્યવહારિક નિર્ણય હતો. ભલે દુનિયા તેમ માને કે, ઇરાન સામે હું ઝુકી ગયો છું, કે રણનીતિ ફરી ગોઠવાય યા 'સીઝ-ફાયર' લંબાવવામાં આવ્યો છે પરંતુ આ યુદ્ધ વૈશ્વિક અર્થતંત્રને અસર થાય છે. અમેરિકી અર્થતંત્રને તો સૌથી વધુ નુકસાન થાય છે. તેથી આ નિર્ણય લેવાયો છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પની પ્રતિષ્ઠા અત્યારે સૌથી નીચી ગઈ છે. તેનું મેઇક-અમેરિકા - ગ્રેટ - અગેઇન સૂત્ર કારગત નીવડયું નથી. બીબીસી જણાવે છે કે, મિડલ-ઇસ્ટ - ઇન્સ્ટીટયુટના એક સિનીયર ફેલો બ્રાયન કૈટુબિલે કહ્યું હતું કે, ઇરાન સરકારમાં જ આ વખતે તડાં છે તેથી (ટ્રમ્પનો) આ નિર્ણય વ્યવહારિક છે પરંતુ પ્રશ્ન તે છે કે યુધ્ધ વિરામ ચાલશે કેટલો સમય ?

બીજી તરફ બ્લોકેડને લીધે ઇરાનનું તેલ વેચાતું અટકતા ઇરાન આર્થિક ભીંસમાં મુકાતું જાય છે.