Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : VIDEO/ Army terrorists and deputy chief present at funeral of Shoaib Akhtar's brother, Pak. The video went viral

VIDEO/ શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કરના આતંકવાદીઓ અને ડેપ્યુટી ચીફ હાજર, પાક. થી વીડિયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 27 Jun 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO/ શોએબ અખ્તરના ભાઈના જનાજામાં લશ્કરના આતંકવાદીઓ અને ડેપ્યુટી ચીફ હાજર, પાક. થી વીડિયો વાયરલ
સોર્સ : gstv

પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર (Former Cricketer) શોએબ અખ્તરના ભાઈની ઇસ્લામાબાદમાં યોજાયેલી અંતિમયાત્રા (Funeral) હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે. આ જનાજામાં ભારત વિરોધી ઝેર ઓકનારા પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT - Lashkar-e-Taiba) ના આતંકવાદીઓ અને તેનો ડેપ્યુટી ચીફ (Deputy Chief) સૈફુલ્લા કસુરી ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા છે. શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરનું ૨૪ જૂનના રોજ અવસાન થયું હતું.

App Store

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 

ઇસ્લામાબાદના H-8 કબ્રસ્તાન (Graveyard) ખાતે યોજાયેલી આ અંતિમવિધિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ભારતમાં ૨૬/૧૧ મુંબઈ હુમલા અને પહલગામ નરસંહાર જેવા ઘાતક આતંકી હુમલાઓ પાછળ જવાબદાર લશ્કર-એ-તૈયબાના અનેક ટોચના નેતાઓ હાજર દેખાઈ રહ્યા છે. સૈફુલ્લા કસુરી ઉપરાંત, લશ્કરના રાજકીય મોરચા (Political Front) ગણાતા 'પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ' (PMML - Pakistan Markazi Muslim League) ના અધ્યક્ષ ઇનામ ઉર રહમાન પણ આ જનાજામાં સામેલ થયા હતા.

પ્રતિબંધોથી બચવા માટે નવું મહોરું (Surrogate Outfit)

ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરાયેલા હાફિઝ સઈદે જમાત-ઉદ-દાવા (JuD) અને મિલ્લી મુસ્લિમ લીગ (MML) પર લાગેલા વૈશ્વિક અને સ્થાનિક પ્રતિબંધોથી બચવા માટે આ PMML નામનું નવું સંગઠન ઊભું કર્યું હતું. આ સંગઠને વર્ષ ૨૦૨૪ માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓમાં (General Elections) ભાગ પણ લીધો હતો. કસુરી જેવા ખુંખાર આતંકવાદીઓનું જાહેર કાર્યક્રમોમાં આમ ખુલ્લેઆમ ફરવું એ સાબિત કરે છે કે પાકિસ્તાન હજુ પણ ભારત વિરોધી તત્વોને સરકારી આશ્રય (State Patronage) આપી રહ્યું છે.

કોણ છે સૈફુલ્લા કસુરી? (Who is Saifullah Kasuri?)

લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસુરી ભારત વિરોધી ભડકાઉ ભાષણો (Inflammatory Remarks) કરવા માટે જાણીતો છે. હાલમાં જ પહલગામ આતંકી હુમલામાં ૨૫ પ્રવાસીઓના (Tourists) મોત થયા બાદ તેના અનેક ઉશ્કેરણીજનક વીડિયો સામે આવ્યા હતા.

આ હુમલાના જવાબમાં ભારતે સિંધુ ખીણ જળ સંધિ (Indus Waters Treaty) સ્થગિત કરી દીધી હતી અને 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) શરૂ કરીને મુરીદકે સ્થિત લશ્કરના હેડક્વાર્ટર (Headquarters) સહિત રાવલપિંડીથી સુક્કુર સુધીના અનેક આતંકી કેમ્પોને તબાહ કરી દીધા હતા. આ ભારતીય સૈન્ય કાર્યવાહીથી ગભરાયેલા કસુરીએ ભારતને દરિયાઈ માર્ગે ફરી ૨૬/૧૧ જેવો હુમલો કરવાની ખુલ્લી ધમકી આપી હતી.

પાકિસ્તાની આર્મી સાથે સાંઠગાંઠનો પર્દાફાશ

તાજેતરમાં ફેબ્રુઆરી મહિનામાં સામે આવેલા એક વીડિયોમાં કસુરીએ પોતે સ્વીકાર્યું હતું કે પાકિસ્તાની સેના (Pakistani Army) સાથે તેમના સીધા સંબંધો છે. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની આર્મી તેને પોતાના સત્તાવાર કાર્યક્રમોમાં આમંત્રિત કરે છે અને શહીદ સૈનિકોના જનાજાની નમાજ પઢાવવા માટે પણ બોલાવે છે. ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ (Intel Reports) અનુસાર, ગયા વર્ષે ભારત દ્વારા કરવામાં આવેલા વિધ્વંસક હુમલા બાદ લશ્કર જેવા સંગઠનો પાકિસ્તાનની મદદથી ફરીથી બેઠા થવાનો પ્રયાસ કરી રહ્યા છે.