Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US-Iran tensions rise, Brent crude surpasses $100, petrol, diesel and gas prices soar,

VIDEO: અમેરિકા-ઇરાન વચ્ચે તંગદિલી વધી, બ્રેન્ટ ક્રૂડે 100 ડોલર વટાવતા પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં તોળાતો વધારો,

Timeછેલ્લું અપડેટ : 09 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકા-ઇરાન વચ્ચેની વધેલી તંગદિલીના પગલે વિશ્વમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને સ્પર્શી જતાં ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે. એપ્રિલથી જુલાઈમાં ભારતનું આયાત બિલ ગયા વર્ષના સમાન સમયગાળામાં ૪૦.૫ અબજ ડોલરની તુલનાએ ૫૬ ટકા વધીને ૬૩.૪ અબજ ડોલરે પહોંચી ગયું છે. જ્યારે વોલ્યુમ ગયા વર્ષ જેટલું જ ૮.૧૫ કરોડ ટનથી થોડું જ વધીને ૮.૧૯ કરોડ ટન થયું છે.
સરકારને હાલમાં એલપીજી સિલિન્ડરમાં જ પ્રતિ સિલિન્ડર ૨૦૦ રુપિયાની અંડર રિકવરી છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ વધારો ન કરાયો તો તેમા પણ અંડરરિકવરી જોવા મળી શકે તેમ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ચાલુ વર્ષે ચાર વખત વધારો કરી ચૂકી છે. આ ચારેય વખતનો વધારો મે મહિનામાં કરવામાં આવ્યો હતો.પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૭.૩૫ રુપિયા અને ડીઝલના ભાવ પ્રતિ લિટર રુ. ૭.૫૩ ચાર હપ્તામાં વધારવામાં આવી ચૂક્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. ભારત તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના ૮૮ ટકાની આયાત કરે છે તે જોતાં નજીકના ભવિષ્યમાં ભાવવધારો નહીં થાય તો જ આશ્ચર્ય થશે.

App Store


ભારતમાં ક્રૂડ બાસ્કેટમાં સોમવારે ઓઇલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૦૬.૨૬ ડલર હતો. એમ પીપીએસીનું કહેવું છે. ભારતીય ક્રૂડ બાસ્કેટમાં સપ્ટેમ્બરમાં ઓઇલનો સરેરાશ ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલર રહેવાની સંભાવના છે, જે ઓગસ્ટમાં પ્રતિ બેરલ ૯૦.૧૯ ડોલર અને જુલાઈમાં પ્રતિ બેરલ ૮૨.૦૪ ડોલર હતો.

ક્રૂડ ઓઇલ ૮૦ ડોલરથી ઉપર જાય તેના પછી ભારત માટે સ્થિતિ વિપરીત બની જાય છે.સાઉદી અરેબિયાના એનર્જી ઇન્ફ્રાસ્ટ્રકચર હુમલો થતા અને અમેરિકા-ઇરાન વચ્ચે તણાવ વધતા સ્થિતિ વધુ વણસી છે. તેના લીધે ભારતના ફ્યુઅલ રિટેલરો આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલ પર દબાણ સર્જાયું છે. તેઆ હાલમાં ગ્રાહક પર ખર્ચ પસાર કરી શકતા નથી. દેશની અગ્રણી રેટિંગ એજન્સી ઇકરાના કોર્પોરેટ રેટિંગ્સના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને ગુ્રપ કો-હેડ પ્રશાંત વશિષ્ટે જણાવ્યું હતું કે ઇરાન અને અને અમેરિકાની સ્થિતિ વણસતા હોર્મુઝ સિવાયની પણ ક્રૂડ ઓઇલ સપ્લાય લાઇન સામે ભય સર્જાયો છે. ઇરાને ધમકી આપી છે કે તેઓ હોર્મુઝમાં લાદેલો પ્રતિબંધ તેની બહાર પણ લંબાવી શકે છે અને બીજા ઉર્જા પુરવઠા પર પણ અસર પાડી શકે છે

ટોપિક્સ:GSTV NewsGujarati News