Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Government of India has arranged for crude oil for two months': Sujata Sharma

VIDEO : 'સરકારે બે મહિનાના ક્રૂડ ઓઈલની વ્યવસ્થા કરી દીધી', બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલરને પાર : સુજાતા શર્મા

Timeછેલ્લું અપડેટ : 01 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ (માર્કેટિંગ અને ઓઇલ રિફાઇનરી) સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, આપણી પાસે ક્રૂડ ઇન્વેન્ટરી પૂરતી છે, અને ભારત સરકારે આગામી બે મહિના માટે ક્રૂડ ઓઇલ સપ્લાય માટે પૂરતી વ્યવસ્થા કરી દીધી છે. આપણી રિફાઇનરીઓ ટોચની ક્ષમતા પર કાર્યરત છે. બ્રેન્ટ ક્રૂડ જે લગભગ બે મહિના પહેલા પ્રતિ બેરલ 70 ડોલરની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું, તે આજે 100 ડોલરના આંકને વટાવી ગયું છે. આમ છતાં સ્થાનિક ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. 

App Store

મોદી ગવર્મેન્ટમાં 6 એપ્રિલ, 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. માર્ચ 2024માં બંને ઇંધણના ભાવમાં 2 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં અસ્થિરતાથી સ્થાનિક ગ્રાહકોને બચાવવા માટે ભારત સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી જેથી ભાવ  સુરક્ષિત રહે અને ગ્રાહકોને કોઈ જાતના ભાવ વધારાની અસર ન થાય.