Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : us iran peace deal 7 strategic failures that donald trump and america cannot forget

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીત કોની; અમેરિકા કે ઈરાન? આ 7 ઘા અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે!

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીત કોની; અમેરિકા કે ઈરાન? આ 7 ઘા અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે!
સોર્સ : GSTV
Donald Trump Iran Deal : 100 કરતાં વધુ દિવસો સુધી ચાલેલા યુદ્ધ પછી અમેરિકા અને ઈરાન શાંતિ કરાર તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે, શું ટ્રમ્પે આ યુદ્ધ જીત્યું કે, ઈરાને હારીને પણ પોતાની સૌથી મોટી લડાઈ જીતી લીધી? સાત એવા મોરચા છે, જ્યાં અમેરિકાની રણનીતિ લથડતી જોવા મળી અને તે ઈરાનમાં પોતાનો લક્ષ્ય હાંસલ ન કરી શક્યું.
App Store
 

1. સત્તા પલટો ન થયો, ઇસ્લામિક શાસન વધુ મજબૂત બન્યું

 
યુદ્ધના શરૂઆતના કલાકોમાં અમેરિકા અને ઈઝરાયલે તેહરાન પર ભીષણ હુમલા કર્યા. આ હુમલાઓમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત કેટલાય વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા. ટ્રમ્પ તંત્રને આશા હતી કે, સર્વોચ્ચ નેતૃત્વ ખતમ થતાં જ આખી સિસ્ટમ વેરવિખેર થઈ જશે, પરંતુ એવું ન થયું. થોડા જ દિવસોમાં બંધારણીય પ્રક્રિયા હેઠળ નવું નેતૃત્વ સામે આવ્યું, અને સત્તાનું માળખું જેમનું તેમ રહ્યું. હવે અમેરિકાને તે જ શાસન સાથે બેસીને શાંતિ કરાર પર વાતચીત કરવી પડી છે.
 

2. ઇસ્લામિક સત્તાનો ઓછો, અમેરિકાનો વિરોધ વધુ થયો

 
યુદ્ધ પહેલા ઈરાન આર્થિક સંકટ અને મોંઘવારી સામે ઝઝૂમી રહ્યું હતું, અને સરકાર વિરોધી પ્રદર્શનો થતા હતા. અમેરિકાને આશા હતી કે, સૈન્ય દબાણ વધતાં જનતા સરકાર સામે ઊભી થઈ જશે. પરંતુ તેનાથી ઉલટું થયું. એક શરૂઆતી મિસાઇલ હુમલો ભૂલથી મિનાબ શહેરની ગર્લ્સ સ્કૂલ પાસે પડ્યો, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા. આ ઘટનાથી આખા દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો અને વિદેશી હુમલા સામે લોકો એકજૂટ થઈ ગયા.
 

3. ઈરાનની 'મિસાઇલ સિટી' આજે પણ સુરક્ષિત

 
અમેરિકા અને ઈઝરાયલનો દાવો હતો કે, શરૂઆતના 900 હવાઈ હુમલા ઈરાનની મિસાઇલ ક્ષમતાને નષ્ટ કરી દેશે. પરંતુ ઈરાનની ભૂગર્ભ 'મિસાઇલ સિટી' સુરક્ષિત રહી. ત્યારબાદ ઈરાને વળતા હુમલા શરૂ કર્યા અને ઈઝરાયેલ, ઈરાક, કતાર તેમજ ખાડી ક્ષેત્રના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. સૌથી મહત્ત્વની વાત એ છે કે, શાંતિ કરારમાં ઈરાને પોતાની બેલિસ્ટિક મિસાઇલો ખતમ કરવાની શરત માનવી પડી નથી.
 

4. હોર્મુઝ સ્ટ્રેટને ડીલ વગર ન ખોલાવી શક્યા ટ્રમ્પ

 
અમેરિકા ઇચ્છતું હતું કે, દુનિયાની આ મહત્ત્વપૂર્ણ ઊર્જા સપ્લાય લાઇન સંપૂર્ણ સુરક્ષિત થાય. પરંતુ યુદ્ધ શરૂ થતાં જ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને અસરકારક રીતે બંધ કરી દીધું, જેનાથી ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા. આખરે આ સ્ટ્રેટ સૈન્ય જીતથી નહીં, પરંતુ રાજદ્વારી કરાર દ્વારા ખુલવા જઈ રહ્યું છે.
 

5. ખાડી દેશોને સુરક્ષા ન આપી શક્યું અમેરિકા

 
અમેરિકાએ સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર જેવા સાથી દેશોને સુરક્ષાની ખાતરી આપી હતી. પરંતુ ઈરાનના વળતા હુમલાઓએ ઊર્જા માળખાને જોખમમાં મૂક્યું. ખાડી દેશોને પહેલીવાર અહેસાસ થયો કે, અમેરિકાની સુરક્ષા સંપૂર્ણપણે સુરક્ષિત નહીં રહી શકે. આ જ કારણે કતાર અને પાકિસ્તાન જેવા દેશોએ મધ્યસ્થી કરવી પડી.
 

6. અમેરિકાને મોંઘું પડ્યું યુદ્ધ

 
ટ્રમ્પ પ્રશાસનને આશા હતી કે, આ ઓછી કિંમતવાળું ટૂંકું અભિયાન હશે. પરંતુ શાંતિ કરારના ભાગરૂપે ઈરાન માટે 300 અબજ ડૉલરના પુનઃનિર્માણ અને રોકાણ ફંડની ચર્ચા સામે આવી છે, જે દર્શાવે છે કે યુદ્ધનો આર્થિક બોજ માત્ર ઈરાને જ નથી ઉઠાવ્યો.
 

7. પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે ખતમ ન થયો

 
આ યુદ્ધનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવાનો હતો. પરંતુ નવી શાંતિ પ્રક્રિયામાં પણ પરમાણુ મુદ્દાને આગામી 60 દિવસની અલગ વાતચીત માટે છોડી દેવામાં આવ્યો છે. એટલે કે જે મુદ્દા પર યુદ્ધ શરૂ થયું હતું, તેનો અંતિમ ઉકેલ હજુ સુધી નથી આવ્યો.