Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : US drops charges against Adani Group, closes all cases

અમેરિકાએ અદાણી ગ્રુપ સામેના આરોપ પડતા મુક્યા, તમામ કેસ બંધ કરાયા

Timeછેલ્લું અપડેટ : 19 May 2026
લાઇવ ટીવીGoogle News
અમેરિકાએ અદાણી ગ્રુપ સામેના આરોપ પડતા મુક્યા, તમામ કેસ બંધ કરાયા
સોર્સ : gstv

અમેરિકાના જસ્ટિસ વિભાગે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સામેના તમામ આરોપોને પડતા મુક્યા છે આ સાથે જ અદાણી સામે જે કેસ ચાલી રહ્યો હતો તેને બંધ કરી દેવામાં આવ્યો છે. અદાણી અને અમેરિકન પ્રશાસન વચ્ચે સમજૂતી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મામલાના નિકાલ માટે અદાણી અમેરિકાને ૨૭.૫ કરોડ ડોલર ચૂકવવા તૈયાર થઇ ગયા છે.  

App Store

અદાણી સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવે

અમેરિકાના ટ્રેજરી વિભાગ દ્વારા દાવો કરાયો હતો કે અદાણી એન્ટરપ્રાઇઝે દુબઇ સ્થિત એક ટ્રેડર પાસેથી એલપીજીની શિપમેન્ટ ખરીદી હતી, આ ગેસ ઓમાન કે ઇરાકથી સપ્લાય થયો હતો જોકે અમેરિકાનો દાવો હતો કે આ ગેસનો મુળ સ્રોત ઇરાન હતું. ઇરાન પાસેથી ગેસની ખરીદી અમેરિકી પ્રતિબંધ નીતિનું ઉલ્લંઘન હતું તેવો દાવો અમેરિકાએ કર્યો હતો. આ મામલામાં હવે અમેરિકા દ્વારા અદાણી સામે કોઇ જ કાર્યવાહી કરવામાં નહીં આવે. 

 ટ્રેઝરી વિભાગ દ્વારા પણ સેટલમેન્ટ કરી લેવામાં આવ્યું 

હાલમાં અમેરિકા દ્વારા અદાણી સામે કરાયેલા લગભગ તમામ કેસો પરત ખેંચી લેવાની કામગીરી ચાલી રહી છે. ગત સપ્તાહે જ અમેરિકાના સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશને સિવિલ મામલામાં સેટલમેન્ટ કરી લીધુ હતું, કોર્ટ ફાઇલિંગ મુજબ આ મામલે ગૌતમ અદાણી ૬ મિલિયન ડોલર જ્યારે સાગર અદાણી ૧૨ મિલિયન ડોલર આપવા તૈયાર થયા હતા, આ દરમિયાન કોઇ પણ પ્રકારની તેમણે કબુલાત નથી કરી. જે બાદ હવે અએમેરિકાના ટ્રેઝરી વિભાગ દ્વારા પણ સેટલમેન્ટ કરી લેવામાં આવ્યું છે. અગાઉ અદાણી ગ્રુપ તેમના પર લગાવાયેલા તમામ આરોપોને નકારી ચુક્યું છે.