બેંગકોંકના બજારમાં અજાણ્યા શખ્સનો બેફામ ગોળીબાર; મહિલા સહિત પાંચનાં મોત, પછી હત્યારાએ ભર્યું આ પગલું
અમેરિકાના ગન-કલ્ચરનો ચેપ થાઇલેન્ડમાં પણ પ્રસરી ગયો છે. થાઈલેન્ડના બેંગકોક શહેર

અમેરિકાના ગન-કલ્ચરનો ચેપ થાઇલેન્ડમાં પણ પ્રસરી ગયો છે. થાઈલેન્ડના બેંગકોક શહેરમાં સોમવારે સવારે દસ વાગ્યા પહેલા થોડી જ મીનીટોએ અહીંની ઓર-તોસ્કોર માર્કેટમાં એક હત્યારો અચાનક ધસી ગયો હતો અને આડેધડ ગોળીબારી શરૂ કરી દીધી હતી. તેમાં ચારેય સિક્યુરીટી ગાર્ડઝના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા, જયારે માર્કેટમાં ખરીદી કરવા ગયેલી એક મહિલા પણ ગોળીબારની ઝપેટમાં આવી જતાં તેનું પણ સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. આ પછી ગોળીબારી કરનારાએ બંદૂક પોતાની તરફ વાળી ગોળી છોડી આત્મહત્યા કરી હતી.
આ બેફામ ગોળીબારી શા માટે કરાઇ તે જાણી શકાયું નથી
આ ઘટના અંગે બેંગકોકના બાંગ-સૂઈ વિભાગ જતાં આ માર્કેટ આવેલી છે. તેમ નાયબ પોલીસ વડા વૉરાયન સુકથાઈએ કહ્યું હતું કે, આ ગોળીબારી પાછળનું કારણ શોધવા પોલીસ પ્રયત્નો કરી રહી છે.
સહજ હતું કે, આ આડેધડ ગોળીબારી શરૂ થઈ તે પછી માર્કેટમાં નાસભાગ પણ થઈ હતી. હવે પોલીસ તે ગોળીબારી કરનારનું નામ જાણવા સાથે તે હત્યાકાંડ પાછળનું કારણ શોધી રહી છે.
કેટલાક વિચારકો ચિંતા વ્યક્ત કરે છે કે, અમેરિકામાં જેમ ગન-કલ્ચર ફુલ્યું ફાલ્યું છે, તેમજ એશિયાઈ દેશો વિશેષત: દક્ષિણ- પૂર્વ એશિયાના દેશોમાં પણ તે પ્રસરવાની ભીતિ છે. કારણ કે હજી સુધી શાંત રહેલા આ વિસ્તારમાં પણ હિંસાના વમળો શરૂ થઈ ગયા છે. જે અમેરિકાનાં ગન-કલ્ચરની સીધી અસર હોય તેમ સ્પષ્ટ લાગે છે.






