Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Ukraine's largest-ever attack on Russia, the drone strike rocked Moscow

VIDEO: રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું મોસ્કો

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
VIDEO: રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું મોસ્કો

રશિયા અને યુક્રેન વચ્ચે વર્ષ 2022થી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો એકબીજા ઉપર ભીષણ હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપતિએ પુતિનના કિલ્લામાં મોટાપાયે વિનાશ સર્જ્યો છે. યુક્રેનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આઅ હવાઈ હુમલાના ઘણાં વીડિયો પણ સામે આવ્યા છે.

App Store

આ પણ વાંચો: વડાપ્રધાનની દિવાળી પાર્ટીમાં દારૂ અને માંસ પીરસાયું!, હિન્દુ સમુદાયોમાં નારાજગી

યુક્રેને 2022માં 34 ડ્રોન વડે મોસ્કો પર હુમલો કર્યો, જે 2022માં યુદ્ધની શરૂઆત પછી રશિયન રાજધાની પરનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો, રોઇટર્સે અહેવાલ આપ્યો, શહેરના ચાર મોટા એરપોર્ટ બંધ કરીને અને ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થવાની પણ માહિતી છે.

રશિયન સેનાએ 32 ડ્રોન તોડી પાડ્યા

રશિયન અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે સવારે 9:45 વાગ્યાની આસપાસ યુક્રેનથી 34 ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા, જેમાંથી 32 ડ્રોનને રશિયન વાયુસેનાએ તોડી પાડ્યા હતા. મોસ્કોના સોફિનોમાં ડ્રોન તેમના પર પડતાં બે ઘરોમાં આગ લાગી હતી. આકાશમાં તોડી પાડવામાં આવેલા ડ્રોનનો કાટમાળ ઘણાં વિસ્તારોમાં ફેલાયો હતો.

આ પણ વાંચો: ટેન્શન વધ્યું! રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંધિ, અમેરિકાને આંચકો

મોસ્કોના 4 એરપોર્ટ બંધ

અહેવાલો અનુસાર, ડ્રોન હુમલાને કારણે મોસ્કોના ડોમોડેડોવો, વનુકોવો અને ઝુકોવસ્કી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં શેરેમેટ્યેવો એરપોર્ટ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે મેયરે જણાવ્યું હતું કે ડ્રોન હુમલાના સ્થળે ઈમરજન્સી સેવાઓ કાર્યરત છે. મોસ્કોમાં એક હાઇવે નજીક સફેદ ધુમાડા સાથે એક વિશાળ આગ જોવા મળી હતી. ઝુકોવસ્કી એરપોર્ટ નજીક પણ આગના અહેવાલ મળ્યા હતા.