Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : alcohol and meat served diwali party

વડાપ્રધાનની દિવાળી પાર્ટીમાં દારૂ અને નોનવેજ પીરસાયું!, હિન્દુ સમુદાયોમાં નારાજગી

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
વડાપ્રધાનની દિવાળી પાર્ટીમાં દારૂ અને નોનવેજ પીરસાયું!, હિન્દુ સમુદાયોમાં નારાજગી

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર તરફથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત દિવાળી પાર્ટીને લઈને વિવાદ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન નોનવેજ અને દારૂ પીરસવામાં આવ્યું, જેનાથી અમુક બ્રિટિશ હિન્દુ સમુદાયોમાં નારાજગી જોવા મળી રહી છે. 

App Store

'છેલ્લાં 14 વર્ષોથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં થાય છે દિવાળીની ઉજવણી'

મળતી માહિતી મુજબ, દિવાળી પાર્ટીમાં મહેમાનોએ મેનૂમાં કબાબ, બીયર અને વાઇન પીરસવામાં આવ્યું હતું. જાણીતા બ્રિટિશ હિન્દુ પંડિત સતીશ શર્માએ સ્ટાર્મરના રવૈયા પર ચિંતા વ્યક્ત કરી છે. પંડિત સતીશ વર્માએ કહ્યું, 'છેલ્લાં 14 વર્ષોથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્યારેય માંસ અને દારૂ પીરસવામાં આવ્યું નથી. 

ઇનસાઇટ યુકેએ પણ આ ઘટનાની નિંદા કરી

આ સિવાય બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોના સામાજિક આંદોલન સાથે જોડાયેલા સંગઠન ઇનસાઇટ યુકેએ પણ આ ઘટનાની નિંદા કરી છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ. મેનૂની પસંદગી દિવાળી સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓ પ્રતિ સમજની ભયાનક કમીને દર્શાવે છે. તેથી ભવિષ્યની ઘટનાઓ પર વધારે સતર્ક રહેવાની જરૂર રહેશે. જોકે, 10 ડાઉનિંગ સ્ટ્રીટની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.