Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Strategic agreement between Russia and North Korea, shocks US

ટેન્શન વધ્યું! રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંધિ, અમેરિકાને આંચકો 

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2024
લાઇવ ટીવીGoogle News
ટેન્શન વધ્યું! રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી સંધિ, અમેરિકાને આંચકો 
  • ઉત્તર કોરિયાએ 11,000 સૈનિકો રશિયા મોકલ્યા છે અને તેમાંથી કેટલાક રશિયાના દક્ષિણ કુર્સ્ક ક્ષેત્રમાં કિવની સેના સાથેના યુદ્ધમાં ઘાયલ થયા છે

App Store

રશિયાના રાષ્ટ્ર પ્રમુખ વ્લાદિમિર પુતિને ઉત્તર કોરિયા સાથે દેશની વ્યૂહાત્મક ભાગીદારી પરના એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. શનિવારે પ્રકાશિત એક આદેશ અનુસાર કરારમાં પરસ્પર સંરક્ષણની જોગવાઈ પણ સામેલ છે. હકીકતમાં, જૂનમાં પ્યોંગયાંગમાં શિખર સંમેલન બાદ પુતિન અને નોર્થ કોરિયાના નેતા કિંમ જોંગ ઉન દ્વારા કરવામાં આવેલા આ કરારમાં સશસ્ત્ર હુમલાની સ્થિતિમાં એકબીજાની મદદ કરવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાનું આક્રમક વલણ, પુતિને પરમાણુ દળને લશ્કરી કવાયત કરવા આપ્યા આદેશ 

રશિયાએ કરારની કરી પુષ્ટિ
રશિયાના ઉપલા ગૃહે આ અઠવાડિયે કરારની પુષ્ટિ કરી. જોકે, નીચલા ગૃહે ગત મહિને તેનું સમર્થન કર્યું હતું. બંને ગૃહમાં મંજૂરી બાદ હવે આ કરાર કાયદો બની ગયો છે. તેને રશિયાએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કર્યો છે. આ કરાર મોસ્કો અને પ્યોંગયાંગ વચ્ચે ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપે છે, કારણ કે રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર  હુમલો કર્યો હતો.

ઉત્તર કોરિયાએ મોકલ્યા સૈનિક

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ગુરુવારે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ 11,000 સૈનિકો રશિયા મોકલ્યા છે અને તેમાંથી કેટલાક રશિયાના દક્ષિણ કુર્સ્ક ક્ષેત્રમાં કિવની સેના સાથેના યુદ્ધમાં ઘાયલ થયા છે. જોકે, રશિયાએ ઉત્તર કોરિયાના સૈનિકોની હાજરીની પુષ્ટિ કરી નથી.

હુમલાના સ્થળ પર મળ્યા હથિયારના નિશાનઃ યુક્રેન

દક્ષિણ કોરિયા અને પશ્ચિમી દેશોના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ રશિયાને હથિયાર આપ્યા છે. યુક્રેનના ફોરેન્સિક નિષ્ણાંતોનું કહેવું છે કે, તેઓને રશિયાના હુમલાના સ્થળો પર હથિયારના નિશાન મળ્યાં છે.