VIDEO: જાપાનમાં ટાયફૂન ડોલ્ફિનનો કહેર, તમામ ફ્લાઈટ્સ રદ
સોર્સ : gstv
જાપાનના દક્ષિણ ઓકિનાવા પ્રાંતમાં શનિવારે ‘ટાયફૂન ડોલ્ફિન’ ભારે પવન અને વરસાદ સાથે ત્રાટકતા છ લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાવાઝોડાના કારણે ઓકિનાવા અને કાગોશિમામાં 50 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ઓકિનાવામાં ત્રણ વૃદ્ધો પવનના જોરદાર સુસવાટાને કારણે પડી જતાં ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે કાગોશિમામાં પણ એક વ્યક્તિને ઈજા થઈ છે. વાવાઝોડાની અસરને પગલે ANA અને જાપાન એરલાઈન્સે ઓકિનાવા આવતી-જતી તમામ ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. બીજી તરફ, ચીને પણ પોતાના પૂર્વ કિનારે વાવાઝોડાની અસરના પગલે બંદરો બંધ કરી ફેરી સર્વિસ સ્થગિત કરી છે, જ્યારે પવનની ઝડપ 216 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી.

