Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Two tankers of Russia's shadow fleet caught fire after exploding in the Black Sea, Ukraine accepts responsibility

કાળા સમુદ્રમાં વિસ્ફોટ થતા રશિયાના શેડો ફ્લીટના બે ટેન્કરોમાં લાગી આગ, યુક્રેને જવાબદારી સ્વીકારી

Timeછેલ્લું અપડેટ : 29 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તૂર્કિયેના બોસ્ફોરસ સ્ટ્રેટ નજીક રશિયાના શેડો ફ્લીટના બે ટેન્કરોમાં શુક્રવારે મોડી રાત્રે (28 નવેમ્બર, 2025) વિસ્ફોટ થયો, જેનાથી જહાજોમાં આગ લાગી ગઈ. તૂર્કિયેને શંકા છે કે કાળા સમુદ્રમાં વિસ્ફોટ મિસાઇલ, ડ્રોન અથવા અન્ય દરિયાઈ વાહનના બાહ્ય હુમલાને કારણે થયો હતો. બે રશિયન શેડો ફ્લીટ ટેન્કરોના નામ Kairos અને Virat છે.

App Store

'મેડે, મેડે!'ની બૂમો પડી

એક ટેન્કર ક્રૂ મેમ્બરે ઇન્ટરસેપ્ટેડ ઓપન-ફ્રિકવન્સી રેડિયો ડિસ્ટ્રેસ કોલમાં ડ્રોન હુમલાની જાણ કરી હતી. તેઓ માનવરહિત દરિયાઈ ડ્રોનનો ઉલ્લેખ કરી રહ્યા હતા. એક વીડિયોમાં એક ક્રૂ મેમ્બરને કહેતા સાંભળી શકાય છે, 'આ વિરાટ છે. મદદની જરૂર છે. ડ્રોન હુમલો. મેડે!'

તૂર્કિયેના પરિવહન મંત્રાલયે X પર જણાવ્યું હતું કે, 'વિરાટ, જેના પર અગાઉ કાળા સમુદ્રના કિનારાથી આશરે 35 નોટિકલ માઇલ દૂર માનવરહિત દરિયાઈ જહાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા, તેના પર 29 નવેમ્બરની સવારે ફરીથી હુમલો કરવામાં આવ્યો.'

યુક્રેને હુમલાની જવાબદારી સ્વીકારી

તૂર્કિયેએ જણાવ્યું હતું કે, 'રશિયન જહાજ પર રોકેટ, ખાણ, મિસાઇલ, ડ્રોન અથવા અન્ય નૌકાદળના જહાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.' જોકે, વિરાટને થોડું નુકસાન થયું હતું અને ક્રૂને કોઈ ઈજા થઈ નથી. AFPના અહેવાલ મુજબ, યુક્રેને હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે યુક્રેન પર શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકાનું ભારે દબાણ છે.

યુક્રેનિયન સુરક્ષા સેવાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયન શેડો ફ્લીટ જહાજો પર હુમલો કરવા માટે સંયુક્ત કાર્યવાહી SBU અને યુક્રેનિયન નૌકાદળ દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું, 'હુમલાના વીડિયો ફૂટેજ દર્શાવે છે કે બંને ટેન્કરોને ગંભીર નુકસાન થયું છે. આ રશિયન તેલ પરિવહનને નોંધપાત્ર ફટકો પહોંચાડશે.'

યુક્રેનની SBU સુરક્ષા સેવાના એક સૂત્રએ AFPને જણાવ્યું કે, 'મોર્ડન સી બેબી નેવલ ડ્રોને રશિયન જહાજોને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા.' તેમણે એક વીડિયો શેર કર્યો, જેમાં કથિત રીતે દરિયાઈ ડ્રોન બે જહાજો તરફ આગળ વધી રહ્યા હતા અને ત્યારબાદ વિસ્ફોટ થયો હતો.