VIDEO : ઈરાન સાથે સીધા યુદ્ધમાં તુર્કીએની એન્ટ્રી, સમુદ્રમાં તોડી પાડી બેલાસ્ટિક મિસાઈલ
તુર્કીએ ઈરાન યુદ્ધમાં સક્રિયપણે એન્ટ્રી લઈ લીધી છે. તુર્કીએ પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં ઈરાનથી આવતી બેલાસ્ટિક મિસાઈલને તોડી પાડી છે. તુર્કી સંરક્ષણ મંત્રાલયે ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે, તે પ્રદેશ અને નાગરિક વસ્તીની સુરક્ષાને જોખમમાં મૂકે તેવા પગલાં ન લે. તુર્કીએ ઉત્તરી સાયપ્રસમાં F-16 ફાઇટર જેટ અને હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરી.
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ બાબતમાં તુર્કીની ચેતવણીઓનું પાલન કરવું દરેકના હિતમાં છે. તુર્કી કોઈપણ ખતરા સામે ખચકાટ વિના તમામ જરૂરી પગલાં લેશે. તુર્કીએ ઉત્તરી સાયપ્રસમાં યુદ્ધ જહાજોનો મોટો કાફલો તૈનાત કર્યો છે. તુર્કીએ ઉત્તરી સાયપ્રસમાં છ F-16 ફાઇટર જેટ અને હવાઈ સંરક્ષણ પ્રણાલી તૈનાત કરી હતી.
તુર્કીએ ઈરાની બેલિસ્ટિક મિસાઈલનો નાશ કર્યો છે. ઈરાને સાયપ્રસ પર ડ્રોનથી હુમલો કર્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. તુર્કી અને સાયપ્રસ પડોશી દેશો છે. જોકે, ઉત્તરી સાયપ્રસ તુર્કીના નિયંત્રણ હેઠળ છે.

