Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Trump's Aggressive Stance: US Will Manage 'Strait of Hormuz', Pay Big for Putting Soldiers in Danger

VIDEO: ટ્રમ્પની મોટી જાહેરાત: અમેરિકા બનશે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’નું રક્ષક, કાર્ગો પર વસૂલશે 20 ટકા ટેક્સ; ઈરાન પર નાકાબંધી લાગુ

Timeછેલ્લું અપડેટ : 13 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક અત્યંત ચોંકાવનારી અને આક્રમક પોસ્ટ કરીને વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે વૈશ્વિક વેપાર માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) દરિયાઈ માર્ગ હવે અમેરિકાના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ રહેશે.

App Store

ટ્રમ્પે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, "હોર્મુઝની સામુદ્રધુની (Strait) ખુલ્લી છે અને ઈરાનની સાથે અથવા તેના વિના પણ ખુલ્લી જ રહેશે. અમે 'ઈરાન નાકાબંધી' (Iranian Blockade) પુનઃ લાગુ કરી રહ્યા છીએ. તેનું નામ આ એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે તે માત્ર ઈરાનના જહાજો અથવા તેના ગ્રાહકોને આવવા કે જવા પર રોક લગાવશે. બાકીના તમામ દેશો આ દરિયાઈ માર્ગનો મુક્ત અને ન્યાયી ઉપયોગ કરી શકશે."

સુરક્ષાના બદલામાં ૨૦% ચાર્જ વસૂલશે અમેરિકા

ટ્રમ્પે વધુમાં જણાવ્યું છે કે, "અમેરિકા હવેથી આ વિસ્તાર માટે 'ધ ગાર્ડિયન ઓફ ધ હોર્મુઝ સ્ટ્રેટ' (હોર્મુઝ સામુદ્રધુનીના રક્ષક) તરીકે ઓળખાશે. પરંતુ, આ રક્ષા કરવા બદલ અને ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને, આ અશાંત વિસ્તારમાં સુરક્ષા પૂરી પાડવાના ખર્ચ પેટે અમેરિકાને વળતર મળવું જોઈએ. આથી, આ માર્ગ પરથી પસાર થતા તમામ માલવાહક જહાજો (Cargo) પર ૨૦% ના દરે વળતર (ટેક્સ) વસૂલવામાં આવશે."

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થા ઊભી કરવાની પ્રક્રિયા અને તેની રચના તત્કાલ પ્રભાવથી શરૂ કરી દેવામાં આવી છે. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ટ્રમ્પના આ આકરા નિર્ણયથી વૈશ્વિક બજારો અને આંતરરાષ્ટ્રીય જળસીમાના નિયમો પર બહુ મોટી અસર પડવાની સંભાવના છે.