VIDEO: હોર્મુઝને લઈને ઈરાનની ચેતવણીથી દુનિયા સ્તબ્ધ
ઈરાન અને અમેરિકા વચ્ચે ફારસની ખાડીમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. આ સ્થિતિ વચ્ચે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ રવિવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં હોર્મુઝ સ્ટ્રેટ બહાર એક નવો પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવશે. આ નવો વિસ્તાર અમેરિકન નૌસેનાની બ્લોકેડ લાઇનથી શરૂ થઈને ફારસની ખાડીના કેટલાક ભાગો સુધી વિસ્તરેલો હશે. રેઝાઈના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ વિસ્તારમાં પ્રવેશ કરનાર કોઈપણ જહાજને ઈસ્લામિક રિપબ્લિકની પ્રતિબંધિત યાદીમાં સામેલ કરી દેવામાં આવશે. મોહસિન રેઝાઈએ દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને મોટુ જૂઠ ગણાવ્યું હતું જેમાં જળમાર્ગ ખુલ્લો હોવાનું કહેવાયું હતું. હાલમાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી દરરોજ માત્ર સાતથી આઠ જહાજો જ પસાર થઈ રહ્યા છે, જેમાંથી પાંચથી છ જહાજો તો ઈરાન માટે જરૂરી સામાન લઈને આવી રહ્યા છે.

