VIDEO: ટ્રમ્પે હોર્મુઝને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર, નક્શો પણ શેર કર્યો
સોર્સ : gstv
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો નકશો પોસ્ટ કરી તેને ન્યુ યુએસ ટેરીટરી ગણાવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. ટ્રમ્પે અગાઉ પણ હોર્મુઝ પર અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ હોવાનો દાવો કરી તેને અમેરિકાનો પ્રદેશ બનાવવાની વાત કરી હતી. બીજી તરફ ઈરાનના પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટીએ અમેરિકન અધિકારીઓના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટથી જમીની હકીકત બદલાતી ન હોવાનું જણાવ્યું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા મોહસિન રઝાઈએ કહ્યું છે કે અમેરિકા યુદ્ધ અને નાકાબંધી બંધ કરે તથા જપ્ત કરેલી સંપત્તિ પરત આપે ત્યાં સુધી હોર્મુઝ બંધ રહેશે. ટ્રમ્પના દાવા અને ઈરાનના વળતા નિવેદન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તણાવ વધુ ચર્ચામાં આવ્યો છે.

