Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The war between Russia and Ukraine escalated, destroying the fuel depot in Moscow

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યુ, મોસ્કોમાં ફ્યૂઅલ ડેપોનો નાશ

Timeછેલ્લું અપડેટ : 07 Oct 2026
લાઇવ ટીવીGoogle News
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બન્યુ, મોસ્કોમાં ફ્યૂઅલ ડેપોનો નાશ
સોર્સ : gstv

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધુ ઉગ્ર બની રહ્યું છે, યુક્રેને રશિયા પર ફરી ૯૦૦ જેટલા ડ્રોન છોડયા હતા. રશિયાએ યુક્રેનના જે વિસ્તારો પર કબજો કરી લીધો છે ત્યાં પણ યુક્રેને ડ્રોનનો મારો ચલાવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ મોસ્કોમાં પેટ્રોલ-ડીઝલના ડેપો પર ડ્રોન હુમલો થતા ભારે આગ લાગી હતી, જેમાં બે લોકો માર્યા ગયા હતા. જ્યારે રશિયાએ પણ યુક્રેનના બ્રિજને નિશાન બનાવી હુમલા કર્યા છે જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા.
યુક્રેન ઘણા સમયથી રશિયાના અંતરિયાળ વિસ્તારો સુધી હુમલા કરી શકે તેવા ડ્રોનનો ઉપયોગ વધારી રહ્યું છે.

App Store

મોસ્કોને ટાર્ગેટ કરીને એક હજાર જેટલા ડ્રોન છોડ્યા

થોડા દિવસો પહેલા જ મોસ્કોને ટાર્ગેટ કરીને એક હજાર જેટલા ડ્રોન છોડયા હતા. હવે ફરી ૯૦૦ જેટલા ડ્રોન છોડવામાં આવ્યા છે. જેમાં રશિયાની રાજધાની મોસ્કોને ફરી નિશાન બનાવી છે. રશિયાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે અમે યુક્રેન દ્વારા છોડાયેલા ૯૦૦માંથી મોટાભાગના ડ્રોનને હવામાં જ તોડી પાડયા હતા. જોકે સ્થાનિક મીડિયાના દાવા મુજબ કેટલાક ડ્રોન મોસ્કો સુધી પહોંચીને ઇંધણના ડેપો પર ત્રાટક્યા હતા. મોસ્કોના મેયર સેરગેઇ સોબ્યાનીને કહ્યું હતું કે યુક્રેને સોમવારથી મંગળવાર વચ્ચે મોસ્કો પ્રાંત પર આશરે ૬૫૦ જેટલા ડ્રોન છોડયા હતા. જેમાંથી મોટાભાગનાનો નાશ કરાયો હતો.


યુક્રેન વારંવાર રશિયાના ઓઇલ મથકો, ઇંધણ ડેપોને નિશાન બનાવી ડ્રોન હુમલા કરી રહ્યું છે. તાજેતરમાં જ યુક્રેને કહ્યું હતું કે તેણે રશિયાની રિફાઇનરીની ૫૧ ટકા ક્ષમતાને નિષ્ક્રિય કરી નાખી છે. યુક્રેને સાથે એવો પણ દાવો કર્યો છે કે રશિયા અમારા પર મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. જોકે અમે આવા કોઇ પણ હુમલાને નિષ્ફળ બનાવવા માટે તૈયાર છીએ. રશિયા યુક્રેનમાં બ્રિજ પર બહુ હુમલા કરી રહ્યું છે, અત્યાર સુધી કિવમાં અનેક આવા બ્રિજ રશિયાએ તોડી પાડયા હતા, હવે ઝેપોરિઝાઝિયા શહેરમાં ડીનીપ્રો નદી પરના અનેક બ્રિજો પર રશિયાએ હુમલા કર્યા છે. કેટલાક બ્રિજો તુટી પડતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. રાત્રે રશિયાએ કરેલા આ હુમલામાં રહેણાંકની ઇમારતો પણ નિશાના પર આવી ગઇ હતી, જેને કારણે પાંચ લોકો ઘાયલ થયા હતા. યુક્રેનના પોર્ટ પર રશિયા શિપિંગ અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. માર્શલ આઇસલેન્ડ પર એક કારગો શિપ પર રશિયાએ હુમલો કર્યો હતો.

ટોપિક્સ:GSTV NewsGujarati News