Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The threat of a new bio-war on the world? AI created 16 unknown viruses in the lab!

VIDEO: દુનિયા પર નવા બાયો-વોરનો ખતરો? AI એ લેબમાં બનાવ્યા 16 અજાણ્યા વાઈરસ!

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

AI and Virus News : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના સેક્ટર હવે તસવીરો, કમ્પ્યુટર કોડ કે લખાણ સુધી સીમિત નથી રહ્યું. નવી શોધ સાથે તેણે જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને આર્ક ઈન્સ્ટિટયુટના વૈજ્ઞાનિકોએ એઆઈની મદદથી 16 નવા વાઈરસ તૈયાર કર્યા છે. આ રિસર્ચ પ્રતિષ્ઠિત જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયું છે અને તેને સિન્થેટિક બાયોલોજી સેક્ટરની સૌથી મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે. પરંતુ, આ સફળતા સાથે જ બાયોસેફ્ટી અને બાયોસિક્યોરિટી અંગે ગંભીર ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે.

App Store

વૈજ્ઞાનિકોએ ઈર્પ 2 નામના જિનોમ લેન્ગવેજ મોડલને આશરે 20 લાખ બેક્ટેરિયોફેજના ડીએનએ ડેટા પર ટ્રેનિંગ આપી હતી. ત્યારબાદ, એઆઈએ અગાઉ ક્યારેય અસ્તિત્વમાં ન રહેલા સેંકડો નવા જિનોમ ડિઝાઈન તૈયાર કર્યા. તેમાંથી લેબમાં બનાવેલા 285 ડિઝાઇનની ચકાસણી કરવામાં આવી. 16 નવા વાઈરસ જીવંત બની બેક્ટેરિયાને સફળતાપૂર્વક સંક્રમિત અને નાશ કરવામાં સક્ષમ રહ્યા.

સંશોધકોના જણાવ્યા અનુસાર, એઆઈએ માત્ર જાણીતા વાઈરસની નકલ કરી નથી, પરંતુ ડીએનએના નિયમો સમજીને સંપૂર્ણપણે નવા જિનોમ તૈયાર કર્યા છે. પરંતુ આ સિદ્ધિ સાથે જ બાયોસેફ્ટી અંગે ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આજના રિસર્ચમાં માત્ર સુરક્ષિત બેક્ટેરિયોફેજનો ઉપયોગ થયો છે, છતાં ભવિષ્યમાં આવી જ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને વધુ જોખમી જીવાણુઓ અથવા રોગકારક વાઈરસ ડિઝાઇન કરવાનો પ્રયાસ થઈ શકે છે. અનેક બાયોસિક્યુરિટી નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે એઆઈ અને ડીએનએ સિન્થેસિસ જેવી ઝડપથી વિકસતી ટેકનોલોજી માટે વૈશ્વિક નિયમન અને દેખરેખની જરૂરત છે.

આ વાઈરસ બેક્ટેરિયા પર હુમલો કરે છે

મહત્વની બાબત એ છે કે આ વાઈરસ માણસ, પ્રાણી કે છોડને સંક્રમિત કરતા વાઈરસ નથી. તે બેક્ટેરિયોફેજ છે. બેક્ટેરિયોફેજ એટલે કે એવા વાઈરસ જે માત્ર બેક્ટેરિયા પર હુમલો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ભવિષ્યમાં આવા વાઈરસનો ઉપયોગ એન્ટિબાયોટિક સામે પ્રતિકારક (Antibiotic-resistant) બેક્ટેરિયાના ચેપની સારવાર માટે થઈ શકે છે. વિશ્વ આરોગ્ય ક્ષેત્રમાં વધતી એન્ટિબાયોટિક પ્રતિકારની સમસ્યા સામે આ ટેક્નોલોજી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.