Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The only country in the world where there is not a single village

'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે આ દેશ, અહીં નથી એક પણ ગામડું; શહેરોમાં વસે છે સમગ્ર વસ્તી

Timeછેલ્લું અપડેટ : 27 Apr 2026
લાઇવ ટીવીGoogle News
'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે આ દેશ, અહીં નથી એક પણ ગામડું; શહેરોમાં વસે છે સમગ્ર વસ્તી
સોર્સ : GSTV

સામાન્ય રીતે દુનિયાના દરેક દેશમાં ગામડા અને શહેરો બંને જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડા જેવો કોઈ વિસ્તાર નથી જોવા મળતો, પરંતુ આ દેશ હંમેશા આવો નહતો.

App Store

ભૂતકાળમાં અહીં પણ હતા ગામડા

સિંગાપોરના ઈતિહાસ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે પહેલા અહીં પણ નાના-નાના ગામડાઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો. તેની ખાસ ભૌગોલિક સ્થિતિને કારણે તે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર માટેનું મુખ્ય મથક બની ગયું. 1970ના દાયકા સુધી સિંગાપોરમાં 200થી વધુ ગામડાઓ હતા, જેને સ્થાનિક ભાષામાં 'કંપોંગ' કહેવામાં આવતા હતા. આ ગામડાઓમાં લાકડાના મકાનો, કાચા રસ્તાઓ અને ખેતી પર નિર્ભર પરંપરાગત જીવનશૈલી જોવા મળતી હતી.

ઝડપી શહેરીકરણ પાછળનું મુખ્ય કારણ

સિંગાપોરના આ પરિવર્તનમાં તેની ભૌગોલિક સ્થિતિએ મોટી ભૂમિકા ભજવી છે. દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગો પાસે હોવાને કારણે અહીં જહાજોની સતત અવરજવર રહેતી હતી. આનાથી વેપાર વધ્યો અને વિદેશી કંપનીઓ સિંગાપોર તરફ આકર્ષાઈ, જેનાથી રોજગારીની નવી તકો ઉભી થઈ. આ આર્થિક વિકાસે ગામડાઓને શહેરોમાં બદલવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી. 1980ના દાયકા સુધીમાં આ તમામ જૂના ગામડાઓ આધુનિક શહેરોમાં ફેરવાઈ ગયા હતા.

જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ અને આધુનિક આયોજન

સિંગાપોર પાસે જમીન ઘણી મર્યાદિત છે, તેથી સરકાર પાસે જમીનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ મર્યાદાને કારણે અહીં ઊંચી ઇમારત, મોટા કોમ્પ્લેક્સ અને અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી. ગામડાઓની જગ્યાએ રહેણાંક ટાઉનશિપ અને ઔદ્યોગિક વિસ્તારો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. આજે સિંગાપોર દુનિયાના સૌથી વિકસિત દેશોમાં ગણાય છે, જ્યાં ગામડાના અવશેષો પણ નથી જોવા મળતા, માત્ર ગગનચુંબી ઇમારતો અને આધુનિકતાનો જ નજારો જોવા મળે છે.