Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : The citizens of America, which is the world's leading education, have lost their passion for degrees!

વિશ્વમાં એજ્યુકેશનનો ડંકો વગાડતા અમેરિકાના જ નાગરિકોને ડિગ્રીનો મોહ તૂટ્યો!

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
વિશ્વમાં એજ્યુકેશનનો ડંકો વગાડતા અમેરિકાના જ નાગરિકોને ડિગ્રીનો મોહ તૂટ્યો!
સોર્સ : GSTV

વિશ્વની ટોપ 100 કોલેજમાંથી 28 અમેરિકામાં છે. વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં પણ વિશ્વમાં સૌથી વધુ અમેરિકાની 171 યુનિવર્સિટીઓને સ્થાન મળ્યું છે. વિશ્વના એજ્યુકેશન સેક્ટરમાં ડંકો વગાડનાર દેશ- અમેરિકાના નાગરિકોનો કોલેજ ડિગ્રીથી મોહ ભંગ થયો છે. એક સર્વેમાં સામે આવ્યું છે કે, અમેરિકનો 4 વર્ષની કોલેજ ડિગ્રીની ઉપયોગિતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે. 67% અમેરિકનો માની રહ્યાં છે કે, ચાર વર્ષની કોલેજ ડિગ્રી પાછળ કરવામાં આવી રહેલો ખર્ચ યોગ્ય નથી. જ્યારે, ફક્ત 33% અમેરિકનો કોલેજની ફીને સારી નોકરી મેળવવા અને વધુ ડોલર કમાવવા યોગ્ય માની રહ્યાં છે.

App Store

કોલેજ ડિગ્રી સામે ઉભા થયા સવાલ

2017માં કરવામાં આવેલા સર્વેમાં વિરોધ અને તરફેણમાં 50-50% નાગરિકો હતા. તેની પહેલા 2013માં ઓલ અમેરિકન ઈકોનોમિક સર્વેના ભાગ રૂપે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે, 53% અમેરિકનોએ કહ્યું હતું કે, કોલેજ ડિગ્રી પાછળ ખર્ચ યોગ્ય છે અને 40%એ કહ્યું હતું કે, ખર્ચ વધુ છે. 12 વર્ષ બાદ આજની તારીખમાં એઆઈના પ્રભાવ અને ઈકોનોમીમાં ફેરફેરો બાદ કોલેજ ડિગ્રી સામે સવાલ ઊભા થઈ રહ્યાં છે. 

અમેરિકન ડ્રીમના સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ એજ્યુકેશન વિશે જ અમેરિકાના નાગરિકોના મતથી વિપરીત ડેટા સામે આવી રહ્યાં છે. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના નેશનલ ડેટા મુજબ, એડવાન્સ્ડ ડિગ્રી ધરાવતા લોકો વધુ કમાણી કરે છે અને તેમનો શિક્ષણનું ઓછું સ્તર ધરાવતા લોકો કરતા બેરોજગારીનો દર ઓછો હોય છે. અમેરિકામાં વર્ષોથી આ વાત સાચી ઠરી છે. પરંતુ, કોલેજની ફીમાં બદલાવ આવ્યો છે. 1995થી કોલેજની ફી બમણી થઈ છે. 

ડિગ્રીને મહત્ત્વ આફતા ડેમોક્રેટર્સની સંખ્યામાં થયો ઘટાડો

છેલ્લા 12 વર્ષમાં ડિગ્રી મહત્ત્વપૂર્ણ હોવાનું માનનારાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. 2013માં 53% રિપબ્લિકન્સ ડિગ્રીને મહત્વ આપતા હતા. તેમનો આંકડો ઘટીને 33% થયો છે. હાલમાં 22% રિપબ્લિકન વોટર્સ ડિગ્રીને મૂલ્યવાન ગણાવી રહ્યાં છે જ્યારે, 74%ના મતે, ડિગ્રીનું કોઈ મહત્ત્વ નથી. 2013માં 61% ડેમોક્રેટ્સ ડિગ્રીને મહત્વ આપતા હતા. તેમની પણ સંખ્યા ઘટીને 47% થઈ છે.