VIDEO: AIની મદદથી ઘાતક હથિયાર બનાવવા આતંકી જૂથો સક્રિય, Anthropicના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિકએ એક મોટો ખુલાસો કર્યો છે, અને જણાવ્યું છે કે, વિશ્વના કેટલાક દેશો અને આતંકવાદી જૂથો AI નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કંપનીએ રજૂ કરેલા રિપોર્ટ અનુસાર, ઈરાન સમર્થિત યમનના હૂથી વિદ્રોહીઓએ પણ ગાઈડેડ મિસાઈલો માટે સોફ્ટવેર તૈયાર કરવા માટે એન્થ્રોપિકના AI ચેટબોટ ક્લૉડનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ખતરનાક હથિયારો અને જાસૂસી જેવા કામો માટે પણ AI નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એન્થ્રોપિક દ્વારા જાહેર કરવામાં આવેલા 154 પેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યમન સ્થિત એક જૂથે Claude Code નો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ જૂથે ગાઈડેડ રોકેટ અને અન્ય મિસાઈલ પ્રોગ્રામ માટે ગાઈડન્સ, નેવિગેશન અને સોફ્ટવેર કોડિંગ બનાવવા માટે AI ની મદદ લીધી હતી. જોકે રિપોર્ટમાં જૂથનું સીધું નામ નથી આપવામાં આવ્યું, પરંતુ સંકેતો દર્શાવે છે કે, આ ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ હોઈ શકે છે, જેમના પાસે મિસાઈલ અને ડ્રોનનો મોટો જથ્થો છે.

