Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : Tensions in Middle East are at their peak, 5 people are claimed to have died in a US attack

મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ, હોર્મુઝમાં USના હુમલામાં 5નાં મોતનો દાવો, UAE અને ઓમાનમાં હુમલા, બહેરીનમાં ઈમરજન્સી જાહેર

Timeછેલ્લું અપડેટ : 05 May 2026
લાઇવ ટીવીGoogle News
મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ, હોર્મુઝમાં USના હુમલામાં 5નાં મોતનો દાવો, UAE અને ઓમાનમાં હુમલા, બહેરીનમાં ઈમરજન્સી જાહેર
સોર્સ : GSTV

પશ્ચિમ એશિયામાં 18 દિવસના કામચલાઉ યુદ્ધવિરામ બાદ સ્થિતિ ફરી વિસ્ફોટક બની છે. હોર્મુઝની ખાડીમાં અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. ઈરાનની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલેથી દાવો કર્યો છે કે અમેરિકી સેનાએ માલસામાન લઈ જતી બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 નાગરિકોના મોત થયા છે. જોકે, અમેરિકાએ આ દાવા પર મૌન સેવ્યું છે.

App Store

ફરી યુદ્ધ શરૂ? UAE અને ઓમાનમાં હુમલા, બહેરીનમાં ઈમરજન્સી

યુનાઈટેડ આરબ અમીરાતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે ઈરાનના ડ્રોને ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્રને નિશાન બનાવ્યું છે, જેના કારણે ભયાનક આગ લાગી હતી. આ કેન્દ્ર હોર્મુઝને બાયપાસ કરતું મહત્વનું પાઈપલાઈન હબ છે. બીજી તરફ, ઓમાનમાં પણ રહેણાંક ઈમારત પર હુમલાના સમાચાર છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે બહેરીને દેશમાં 'નેશનલ ઈમરજન્સી' જાહેર કરી દીધી છે.

 

 

વિશ્વભરમાં ફફડાટ! ઓઈલના ભાવમાં 6 ટકાનો ઉછાળો

આ હુમલાઓની સીધી અસર વિશ્વના અર્થતંત્ર પર પડી છે. ગ્લોબલ માર્કેટમાં તેલની કિંમતોમાં 6 ટકાનો તોતિંગ વધારો થયો છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ આ હુમલાઓમાં હાથ હોવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ'ને 'પ્રોજેક્ટ ડેડલોક' ગણાવ્યો છે.

ટ્રમ્પે ઈરાનને ફરી દુનિયાથી મિટાવી દેવાની ધમકી આપી 

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે તો તેને 'નેસ્તનાબૂદ' કરી દેવામાં આવશે. ટ્રમ્પે દક્ષિણ કોરિયાના જહાજ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે.