VIDEO: ટેરિંફ કિંગ ટ્રમ્પ રશિયા પાસેથી ઓઈલ ખરીદશે, રશિયા-અમેરિકા વચ્ચે ડીલ
ગામ આખાને સલાહ આપી રશિયા પાસેથી ઓઈલ ખરીદવાની મનાઈ કરનાર અને ખરીદનાર દેશો પર ટેરિફ નાંખનાર અમેરિકા હવે રશિયા પાસેથી ડીઝલ ખરીદશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક બજાર માટે રશિયાથી ડીઝલનો પુરવઠો શરૂ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ નિર્ણયથી રશિયાના ઉર્જા નિકાસ પર દબાણ બનાવવાની અમેરિકાની નીતિ સામે સવાલો ઊભા થયા છે. ટ્રમ્પનો દાવો છે કે આ પગલાથી ડીઝલના રેકોર્ડ ઊંચા ભાવ ઘટાડવામાં મદદ મળશે. જોકે, સમીક્ષકોનું માનવું છે કે તેનાથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ ચાલુ રાખવા માટે આર્થિક મદદ મળી શકે છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીત બાદ ટ્રમ્પે આ જાહેરાત કરી હતી. યોજના મુજબ, રશિયા તુરંત ૩ લાખ ટનથી વધુ ડીઝલનો પુરવઠો પૂરો પાડશે. આ પછી નવેમ્બરમાં ૫ લાખ ટન અને ત્યારબાદ ૧૦ લાખ ટન ડીઝલ આપવામાં આવશે. રિફાઇનરીઓની સ્થિતિના આધારે આગળ ૩૦ લાખ ટન સુધીનો ડીઝલ પુરવઠો પણ આપી શકાય છે. અમેરિકી નાણા મંત્રાલયે વિદેશી સંપત્તિ નિયંત્રણ કાર્યાલયને રશિયન ડીઝલ સપ્લાય માટે અસ્થાયી લાયસન્સ આપવા સૂચના આપી છે. પ્રતિબંધો હેઠળ આવતા આ વ્યવહારોને ૭ એપ્રિલ સુધી મંજૂરી આપવામાં આવશે.

