VIDEO: પાટણમાં ગેરકાયદે બાંધકામો અને પાર્કિંગ દબાણો પર નગરપાલિકાનું બુલડોઝર ફર્યું!
સોર્સ : gstv
પાટણ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો અને પાર્કિંગની સમસ્યાને લઈને નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનિંગ, દબાણ શાખા અને ફાયર બ્રિગેડ સહિતની ટીમોએ મુખ્ય બજારમાં આવેલા અવધ આર્કેડ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાર્કિંગની જગ્યા રોકાઈ જતાં વાહનો રસ્તા પર પાર્ક થવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. ચીફ ઓફિસરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ગેરકાયદેસર બાંધકામો ચલાવી લેવાશે નહીં અને આગામી દિવસોમાં પણ અન્ય કોમ્પલેક્ષો સામે નિયમોનુસાર કાર્યવાહી ચાલુ રહેશે.

