VIDEO: પાટણમાં ભુવા મુદ્દે કોંગ્રેસનું પાલિકા સામે વિરોધ પ્રદર્શન
સોર્સ : gstv
પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે રોડ પર પડેલા ભુવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. થોડા દિવસ અગાઉ ચાણસ્મા-પાટણ રૂટની બસ આ ભુવામાં ખાબકી હતી, જેને મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. ભુવો ઊંડો હોવાથી પાલિકા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ કામગીરી શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નક્કર કામગીરી ન થતાં કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો. કાર્યકરોએ સ્થળ પર પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસે ભુવાની કામગીરી સત્વરે પૂર્ણ કરી લોકોને રાહત આપવાની માંગ કરી છે.

