VIDEO: પાટણમાં ગટર સમસ્યા મુદ્દે ચક્કાજામ, ધારાસભ્ય રોડ પર ઉતર્યા: અધિકારીને પાણીમાં ઉતાર્યા
સોર્સ : gstv
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની વિકટ સમસ્યાથી પરેશાન નગરજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વોર્ડ નંબર ૧૧ના પદ્માનાથ રોડ પર ગટરના પાણી ફરી વળતાં સ્થાનિકો સાથે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતાં બે કલાક સુધી વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું. આ દરમિયાન ઉગ્ર બનેલા ધારાસભ્યે પાલિકાના હંગામી વહીવટદારનો હાથ પકડીને ગટરના ગંદા પાણીમાં ઉતારી પ્રજાની તકલીફનો અહેસાસ કરાવ્યો હતો. ઘર્ષણ અને ભારે હોબાળા બાદ છેવટે પાલિકાનું જેટિંગ મશીન સ્થળ પર પહોંચતા કામગીરી શરૂ કરાઈ હતી.

